Western Times News

Gujarati News

રાજ્યમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો

અમદાવાદમાં માત્ર ૧૭ દિવસમાં જ ડેન્ગ્યુના ૭૮, મેલેરીયાના પ૦૦ કેસો નોંધાયા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સમગ્ર ગુજરાતમાંથી વરસાદે વિરામ લીધો છે જેનજીવન પણ સામાન્ય બનતું ગયું છે.ે શાળા-કોલેજામાં પણ સારી હાજરી જાવા મળી રહી છે. ત્યારે અમદાવાદ સહિત અન્ય શહેરોમાં વકરતો રોગચાળો કે વરસાદ રહી ગયા બાદ ઠેર ઠેર પાણીના ખાબોચિયા, ગંદકી તથા કચરાના ઢગલા જાવા મળે છે. જેને કારણે મોટા પ્રમાણમાં મચ્છરો થયા છે.

જે કરડવાનેક ારણે લોકોને મેલેરિયા તથા ટાઈફોઈડના દર્દીઓથી દવાખાનામાં ખાનગી હોસ્પીટલોમાં તેમજ સરકારી દવાખાના તથા હોસ્પીટીલોમાં ઓપીડી વિભાગમાં લાંબી લાંબી લાઈનો જાવા મળે છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં શરદી, વાયરલ, ઈન્ફેકશન, કમળાના કેસોના દર્દીઓ મોટા પ્રમાણમાં જાવા મળી રહ્યા છે. આમ, રાજ્યેમાં રોગચાળાની રાવ ઉભી થઈ છે.

અમદાવાદ શશહેરમાં જ વી.એસ. હોસ્પીટલ, સિવિલ હોસ્પીટલી, તથા અન્ય સરકારી હોસ્પીટલોના આંકડા ઉપર નજર કરીએ તો છેલ્લા ૩ જ દિવસમાં પ૦૦થી વધુ કેસો મેલેરીયાના છે. પરંતુ ખાનગી દવાખાના તથા અન્ય ખાનગી હોસ્પીટલોના આંકડા મેળવવામાં આવે તો આંકડો હજાર ઉપર થવા જાય છે.

મેલેરીયા, ઉપરાંત ડેન્ગ્યુ, ઝાડા-ઉલ્ટી, કમળા, ટાઈફોઈડ, ઝેરી મેલેરિયા, વગેરેના દર્દીઓ પણ મોટા પ્રમાણમાં સારવાર હેઠળ છે. મેલેરીયા તથા ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા ઘટવાને બદલ વધતા સમગ્ર મ્યુનિસિપલ તંત્ર તથા રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે.

શહેરના નગરજનોની ફરીયાદ છે કે ઠે રઠેર કચરાના ઢગલાં તથા સફાઈ નિયમિત ન થતી હોવાની અનેક ફરીયાદો કરવા છતાં મ્યુનિસિપલ તંત્ર બેદરકાર રહ્યુ છે. કેટલાંક વિસ્તારોમાં તો ગટરનું પાણી પણ પીવાના પાણીની પાઈપલાઈનમાં મિક્ષ થતા ગંધાતુંં, ગટરનું પ્રદેષિત પાણી મળતું હોવાનું જાણવા મળે છે.

સમયસર સફાઈકારોના કારણે ફરજ ઉપર ન આવતા હોવાને કારણે ગંદકીના ઢગલાં વધતા જાય છે. તીવ્ર મચ્છરોના ઉપદ્રવથી લોકો ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મ્યુનિસિપલ તંત્રનો દાવો છે કે મચ્છરનો ઉપદ્રવ ન વધે એ માટે ફોગીંગ મશીન દ્વારા દવા છાંટવામાં આવી રહી છે. તેની સામે લોકોની ફરીયાદ છે કે જે દવા છાંટવામાં આવી રહી છે


તેની ગુણવતા ચકાસવામાં આવતી જ નથી જેને કારણે આ દવાની કોઈ અસર મચ્છરો પર થતી નથી. અમદાવાદમાં રોગચાળાનો વાવર જાવા મળે છે. ડેન્ગ્યુના ૭૮ કેસો પણ ૧૭ દિવસમાં ત્યારે મેલેરીયાના પ૦૦ કેસો નોંધાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.