ભીમા કોરેગાંવ કેસમાં વરવરા રાવને છ મહીના માટે જામીન મળ્યા
મુંબઇ: ભીમા કોરેગાંવ મામલામાં આરોપી ૮૧ વર્ષીય વરવરા રાવને બોમ્બે હાઇકોર્ટે છ મહીના માટે જામીન આપ્યા છે. બોમ્બે હાઇકોર્ટે ચિકિત્સા આધાર પર વરવરા રાવને જામીન આપવાનો નિર્ણય કર્યો છે.એ યાદ રહે કે ૨૮ ઓગષ્ટ ૨૦૧૮થી વરવરા રાવ ટ્રાયલની રાહ જાેઇ રહ્યાં છે.
ન્યાયમૂર્તિ એસ એસ શિંડે અને મનીષ પિટાલેની બેચે કહ્યું કે છ મહીના બાદ વરવરા રાવ સરેંડર કરી શકે છે અથવા તો પોતાની જામીનની મુદ્તને વધારી શકે છે જાે કે વરવરા રાવને સશર્ત જામીન આપવામાં આવ્યા છે કોર્ટે કહ્યું કે વરવરા રાવ કોર્ટની પ્રક્રિયાથી સંબંધિત કોઇ જાહેર ટીપ્પણી આપી શકશે નહીં અને સહ ઈરોપીની સાથે સંપર્ક પણ સાધી શકશે નહીં
કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે આરોપી વરવરા રાવને જે તલોજા જેલમાં રાખવામાં આવ્યા હતાં ત્યાંની સ્થિતિ સારી નથી આ ઉપરાંત રાવની પત્ની હેમલતા રાવે કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી જેમાં તેમણે પોતાના પતિના આરોગ્ય સમ્માન અને જીવનના મૂળભૂત આધારોનો ઉલ્લેખ કર્યો
રાવની પત્ની હેમલતાએ પોતાની અરજીમાં ભારતીય બંધારણની કલમ ૨૧ હેઠળ મળેલ અધિકારોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તલોજા જેલ અધિકારીઓએ તેનો ભગ કર્યો છે તેમણે વરવરા રાવને સમયથી યોગ્ય સારવાર આપી નહીં
૨૦ ઓગષ્ટ ૨૦૧૮થી વરવરા રાવ જેલમાં બંધ છે અને તેના પર યુપીએ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે હેમલતાનું પ્રતિનિધિત્વ કરી રહેલ વરિષ્ઠ વકીલ ઇદિરા જયસિંહનું કહેવુ છે કે ૩૬૫ દિવસોમાંથી ૧૪૯ દિવસ સુધી વરવરા રાવે હોસ્પિટલમાં પોતાના દિવસ કાપ્યા છે. જયસિંહે કહ્યું કે રાજય સરકાર અને રાષ્ટ્રીય તપાસ એજન્સીઓએ એ વાતને માની છે કે જેલ હોસ્પિટલમાં ત્રણ આયુર્વેદી ડોકટર જ છે અને એક પણ એલોપૈથિક ડોકટર નથી ઇદિરા જયસિંહે કહ્યું કે તેમનું ત્યા રહેવું તેમના આરોગ્ય માટે ખતરનાક બની શકે છે.