મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી છગન ભુજબળ કોરોના સંક્રમિત
મુંબઇ: મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી છગન ભુજબળ પણ કોરોના સંક્રમિત જણાયા છે એ યાદ રહે કે કોરોના સંક્રમમના મામલા અહીં વધતા જઇ રહ્યાં છે જેને ધ્યાનમાં રાખી અનેક વિસ્તારોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. નવી માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં મંત્રી છગન ભુજબળ પણ કોરોના સંક્રમિત થયા છે.છગન ભુજબળે ટ્વીટ કરી તેની માહિતી આપી અને લોકોને કોરોના પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરી હતી.
એ યાદ રહે કે ગત શનિવાર ૨૦ ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રના બે અન્ય નેતા એનસીપીના એકનાથ ખડસે અને પૂર્વ મંત્રી બચ્ચુ કાડૂને પણ કોરોના સંક્રમિત થયાની પુષ્ટી કરવામાં આવી હતી.આ બે પહેલા પણ એકવાર કોરોના સંક્રમિત થઇ ચુકયા હતાં. કોરોનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ પૂર્વ મંત્રી એકનાથ ખડસેને બોમ્બે હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.
છગન ભુજબળે ટ્વીટ કરી કહ્યું કે મારે કોરોના રિપોર્ટ આવ્યો છે જેમાં કોરોના સંક્રમિત જણાઇ આવ્યું છે મારી તમામને વિનંતી છે કે મારા સંપર્કમાં આવ્યા હોય તે તમામ લોકો પોતાનો રિપોર્ટ ટેસ્ટ કરાવી લે એ યાદ રહે કે એક કાર્યક્રમમાં છગન ભુજબળની સાથે એનસીપીના પ્રમુખ શરદ પવાર સહિતના નેતાઓ હાજર હતાં આથી આશંકા વ્યકત કરવામાં આવી રહી છે કે આ નેતાઓમાં પણ સંક્રમિતના લક્ષણો હશે કે નહીં