કોંગ્રેસમાંથી કિનારે કરાયેલ ગુલામ નબી આઝાદનું ભાજપે જાેરદાર સ્વાગત કર્યું
નવીદિલ્હી: ગાંધી પરિવાર દ્વારા કોગ્રેસમાં કિનારા પર મુકી દેવામાં આવેલા વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ સત્તારૂઢ ભાજપની થોડા વધુ નજીક પહોંચી ગયા છે આ દુર્લભ પ્રસંગ ત્યારે સામે આવ્યો જયારે આઝાદ મોદી સરકાર દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા
કાર્યક્રમ સ્થળ આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર પર આઝાદના રંગબેરંગી પોસ્ટર લાગ્યા હતાં. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકલી અને જીતેન્દ્ર સિંહે કોંગ્રેસના વરિષ્ઠ નેતાનું જાેરદાર સ્વાગત કર્યું આ કાર્યક્રમનું આયોજન લધુમતિ મામલાના મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું.
એ યાદ રહે કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજયસભામાંથી વિદાયના પ્રસંગ પર આઝાદની ખુબ પ્રશંસા કરી હતી એક સમયે રાજીવ ગાંધીના પ્રબળ સમર્થક માનવામાં આવતા આઝાદને કોંગ્રેસમાં રાહુલ ગાંધીનું જુથ અસંતુષ્ઠ માને છે તેમને રાજયસભામાં એક વધુ કાર્યકાળ આપવામાં આવ્યો નથી કેટલાક દિવસ બાદ ગાંધી પરિવારના નજીકના મલ્લિકાર્જૂન ખડગેને રાજયસભામાં આઝાદની જગ્યાએ વિરોધ પક્ષના નેતા બનાવી દેવામાં આવ્યા હતાં.
મોદી દ્વારા આઝાદની પ્રશંસા કરવાથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે આઝાદ ભાજપમાં સામેલ થઇ શકે છે આમ પણ કોંગ્રેસ આઝાદથી નારાજ છે આથી ભાજપ આઝાદને પોતાની તરફ કરવા માટે પ્રયાસો કરી રહ્યું છે જાે કે આઝાદે ખુદ કહ્યું હતું કે મારે હવે કોઇ પદ કોઇ હોદ્દો જાેઇતો નથી અને જાે ભાજપમાં સામેલ થવાની વાત છે કે જમ્મુ કાશ્મીરમાં જયારે કાળો વરસાદ થશે ત્યારે ભાજપમાં સામેલ થઇશ