Western Times News

Gujarati News

ભારતમાં ૨૪ કલાકમાં કોરોનાથી ૧૪,૧૯૯ લોકો સંક્રમિત થયા

નવીદિલ્હી: દેશમાં કોરોના વાયરસે ફરીથી માથું ઉંચક્યું છે. મહારાષ્ટ્રના ૩૪ જિલ્લામાં નવા દર્દી મળી રહ્યા છે. આ ઉપરાંત કર્ણાટકના ૧૬, હરિયાણા, પંજાબ, છત્તીસગઢ, ગુજરાત અને બિહારના ૪-૪ જ્યારે કેરળના બે જિલ્લા સામેલ છે. દેશમાંથી મળેલા કુલ ૧૪ હજાર નવા કેસ મળ્યા છે જેમાં અડધા એટલે કે ૭ હજારથી વધુ દર્દી માત્ર મહારાષ્ટ્રમા; મળ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૧૧,૧૬,૮૫૪ લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૪,૧૯૯ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૮૩ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૧૦,૦૫,૮૫૦ થઈ ગઈ છે.

કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૬ લાખ ૯૯ હજાર ૪૧૦ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૯,૬૯૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૧,૫૦,૦૫૫ એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૫૬,૩૮૫ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૧ ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કુલ ૨૧,૧૫,૫૧,૭૪૬ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, રવિવારના ૨૪ કલાકમાં ૬,૨૦,૨૧૬ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતની વાત કરીએ તો, ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૮૩ કેસ નોંધાયા છે. જેની સામે ૨૬૪ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૪૪૦૫ છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૭.૭૨ ટકા છે.

રાજયમાં અત્યાર સુધીમાં કુલ ૮,૧૨,૫૪૭ વ્યક્તિઓનું રસીકરણ થયું છે. ૫૫,૪૦૯ લોકોને વેક્સીનનો બીજાે ડોઝ પણ આપવામાં આવ્યો છે. ગુજરાતમાં અત્યારે કુલ ૧૬૯૦ દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં ૨૯ દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં ૧૬૬૧ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૬૧૦૦૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.