મજબૂર નહીં કરાય ત્યાં સુધી કેન્દ્ર કૃષિ કાયદા પરત નહીં લે :રાહુલ
વાયનાડ: કેંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી આજે પોતાના સંસદીય વિસ્તાર વાયનાડના પ્રવાસે છે. રાહુલ ગાંધીએ આજે કેરળના વાયનાડમાં ખેડૂતોની એક સભાને સંબોધિત કરતા ફરી એક વખત કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ભારતના ખેડૂતો જે સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તેને આખો દેશ જાેઇ રહ્યો છે. કેન્દ્ર સરકાર ખેડૂતોનું દુખ નથી સમજી રહી. કૃષિ કાયદાઓ ખેતીની વ્યવસ્થાને બરબાદ કરવા અને આ વ્યવસાયને મોદીજીના ૨-૩ મિત્રોને સોંપી દેવા માટે બનાવ્યા છે.
તેમણે કહ્યું કે સાંસદમાં મેં જે ભાષણ આપ્યું હતું, તેમાં મેં હિંદીની અંદર કહ્યું હતું કે અમે બે અમારા બે. આ સરકારના બે લોકોએ સરકાર બહારના બે લોકો સાથે ભાગીદારી કરી છે. સાથે જ રાહુલ ગાંધીએ આજે વાયનાડમાં એક ટ્રેક્ટર રેલીની અંદર ભાગ પણ લીધો હતો.
રાહુલ ગાંધીએ કહ્યું કે આ લોકો ત્રણે કૃષિ કાયદાને ત્યાં સુધી પરત નહીં લે, જ્યાં સુધી તેમને મજબૂર નહીં કરાય. તેનું કારણ એ છે કે ત્રણે કૃષિ કાયદાને ભારતની કૃષિ વ્યવસ્થાને બરબાદ કરવા માટે અને નરેન્દ્ર મોદીના બે ત્રણ મિત્રોને ફાયદો પહોંચાડવા માટે બનાવવામાં આવ્યા છે.
આ સિવાય રાહુલ ગાંધીએ પેટ્રેલ ડીઝલની વધી રહેલી કિંમતોને લઇને પણ સરકાર પર પ્રહાર કર્યા છે. જેના માટે તેમણે એક ટિ્વટ કરીને લખ્યું કે પેટ્રોલ પંપ ઉપર ગાડીમાં તેલ પુરાવતા સમયે જ્યારે તમારી નજર ઝડપથી વધી રહેલા મીટરહ પર પડે, ત્યારે એક વાત જરુર યાદ રાખજાે કે કાચા તેલની કિંમતો વધી નથી પરંતુ ઘટી છે.
પેટ્રોલ ૧૦૦ રુપિયા લીટરે પહોંચ્યું છે. મોદી સરકાર તમારા ખિસ્સા ખાલી કરીને પોતાના મિત્રોને આપવાનું મહાન કામ કરી રહી છે.