Western Times News

Gujarati News

સોમનાથનો પ્રસાદ હવે ઘરે બેઠા જ મળશે

સોમનાથ, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં ભક્તો માટે ખુશીના સમાચાર છે. સોમનાથ મંદીરનો પ્રસાદ આજથી પોસ્ટ વિભાગ ભાવિકોનાં ઘર સુધી પહોંચાડશે. ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણ લહેરીએ ઇ-સિસ્ટમથી પોસ્ટલ પ્રસાદ સેવાનો પ્રારંભ કરાવ્યો ૨૫૦ રૂપિયામાં ભારતીય ડાકનાં માધ્યમથી સમગ્ર ભારતમાં મળશે. ૨૦૦ ગ્રામ મગજનાં લાડુ અને ૨૦૦ ગ્રામ ચીક્કી ભારતનાં ગમે તે ખૂણામાં ભારતીય ડાક વિભાગ બેથી ત્રણ દિવસમાં પહોંચાડશે.

આજથી સમગ્ર દેશના કોઈપણ ખૂણે દાદા સોમનાથનાં ભક્તોને માત્ર ૨૫૦/-રૂપિયા જેવી નજીવી કિંમતે ૪૦૦ ગ્રામ જેટલો શુદ્ધ પ્રસાદ ઘરે બેઠા ભારતીય પોષ્ટ વિભાગ દ્વારા પહોંચાડવામાં આવશે. જેના માટે કોઈપણ વ્યક્તિએ નજીકની પોષ્ટ ઓફીસનો જ સંપર્ક કરવાનો રહેશે.

ભક્તોને આજથી જ રૂ?.૨૫૦/- (પેકીંગ શીપીંગ ચાર્જ સાથે) અલગથી મનીઓર્ડર ચાર્જ ચુકવી ભારત દેશના તમામ પ્રદેશો ખાતે પોસ્ટ ઓફિસ ખાતેથી પ્રસાદ માટે રજીસ્ટ્રેશન કરાવી પ્રસાદી મેળવી ધન્ય બની શકશે. જેમા સોમનાથ ટ્રસ્ટનાં નામનું રૂપિયા ૨૫૦નું મનીઓર્ડર કરવાથી બેથી ત્રણ જ દિવસમાં ભાવિકોને પોતાના ઘરે જ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનો પ્રસાદ મળી જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.