ખેડૂતોનું સમર્થન મેળવવા રાકેશ ટિકૈત ગુજરાત આવશે
નવી દિલ્હી, ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પોતાની મુહિમ અંગે મોટી જાહેરાત કરી છે. ટિકૈતે કહ્યું કે તેઓ કેન્દ્રના વિવાદિત કાયદા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલન માટે સમર્થન મેળવવા જલદી ગુજરાતનો પ્રવાસ કરશે. ટિકૈતે આ ટિપ્પણી દિલ્હી-ઉત્તર પ્રદેશની સરહદ પર ગાઝીપુરમાં ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતોના એક સમૂહ સાથે મુલાકાત દરમિયાન કરી. રાકેશ ટિકૈત ગાઝીપુર બોર્ડર પર નવેમ્બરથી ડેરો જમાવીને બેઠા છે. ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તાએ દાવો કર્યો કે ખેડૂતો આખરે પોતાની કૃષિ ઉપજનો કોઈ ભાગ લઈ શકશે નહીં કારણ કે નવા કાયદા ફક્ત કોર્પોરેટનો પક્ષ લેશે.