જ્હોનની એટેકના શૂટિંગ દરમિયાન પથ્થરમારો થયો
બોલિવૂડ એક્શન સ્ટાર જ્હોન અબ્રાહમ હાલ પોતાની અપકમિંગ ફિલ્મ એટેકના શૂટિંગમાં બિઝી છે. આ ફિલ્મને લઈને તે પોતાની સોશિયલ મીડિયા વોલ પર ફેન્સ સાથે અપડેટ શેર કરતો રહે છે. હાલ આ ફિલ્મનું શૂટિંગ ધનીપુર એરપોર્ટ પર ચાલી રહ્યું છે. જાેકે, હવે જ્હોન અબ્રાહમના શૂટિંગ દરમિયાન પથ્થરમારો થયો હોવાના સમાચાર છે.
ફિલ્મ એટેકનું શૂટિંગ ઉત્તરપ્રદેશના એરપોર્ટ પર થઈ રહ્યું હતું. જ્યાં જ્હોન અબ્રાહમ કેટલીક શૂટિંગ સિકવન્સના શોટ આપી રહ્યો હતો. જાેકે, પોતાના માનીતા એક્ટરને નજીકથી જાેવાની લ્હાયમાં આસપાસના ગામના લોકો પહોંચ્યા હતા. આ દરમિયાન સુરક્ષા ટીમ સાથે તેમનો વિવાદ થયો હતો અને બોલાચાલી પછી કેટલાક અજાણ્યા તત્વોએ શૂટિંગમાં વ્યસ્ત રહેલી ટીમ પર પથ્થરમારો કર્યો હતો. બે દિવસ પહેલા શનિવારે જ ફિલ્મ ‘એટેક’નું શૂટિંગ ધનીપુર એરપોર્ટ પર ચાલી રહ્યુ હતું.
આ શૂટિંગની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. જાેકે, રવિવારે બપોરે જ્યારે અનેક લોકો શૂટિંગ જાેવા પહોંચ્યા હતા ત્યારે સુરક્ષા ટીમે મુખ્ય દરવાજાે પણ બંધ કર્યો હતો અને ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો હતો. જાેકે, ત્યારે જ લોકોએ એરપોર્ટની દિવાલ પર ચડીને શોર મચાવવાનું અને અપશબ્દ કહેવાનું શરુ કર્યુ હતું.
સિક્યોરિટીએ જ્યારે લોકોને સમજાવીને પરત જવાનું કહેવામાં આવ્યું ત્યારે ચર્ચા ઉગ્ર બની હતી. આ દરમિયાન ઉપદ્રવીઓએ સુરક્ષા ટીમ પર પથ્થરમારો કર્યો અને ટીમ પણ તે જ પથ્થર ભીડ તરફ ફેંક્યા અને તેને ભગાડવાની કોશિશ કરી હતી. જે પછી નજીકના પોલીસ સ્ટેશનમાં સૂચના આપવામાં આવી હતી. જેવી પોલીસ આવી કે તરત જ ભાગદોડ મચી હતી. જાેકે, આ ઘટના અંગે કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.