લગ્નતિથિ પર રવિનાનો પતિ પ્રત્યેનો પ્રેમ જાેવા મળ્યો
મુંબઈ: બોલિવુડની બિન્દાસ અભિનેત્રી રવિના ટંડને આજે ૨૨ ફેબ્રુઆરી ૨૦૦૪ના રોજ અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા. આજે તેમના લગ્નને ૧૭ વર્ષ થયા છે. બંને વચ્ચે પ્રેમ અને સન્માન યથાવત છે. તેમણે રાજસ્થાનના જગમંદિર પેલેસમાં લગ્ન કર્યા હતા. ત્યારે અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા અનેક સુંદર ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં તે પતિ અનિલ થડાની સાથે અલગ-અલગ જગ્યા પર જાેવા મળી રહી છે.
જેમાંથી કેટલાક ફોટો લગ્નના પણ છે. મોટાભાગના ફોટો અલગ-અલગ જગ્યાના છે, જેમાં એકબીજા પ્રત્યે તેમનો પ્રેમ જાેવા મળી રહ્યો છે. આ ફોટો ખૂબ જ ખાસ છે, જેને અભિનેત્રીએ પોતાના ફેન્સ સાથે શેર કર્યા છે. આ દરેક ફોટો ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યા છે. જેમાં રવિનાએ કેપ્શનમાં લખ્યું છે, ‘આજે અને જીવનભરનો સાથ. ઘણા જન્મો એક સાથે વીતાવવાના છે.” રવિના ટંડન અને અનિલ થડાનીનો સંબંધ એ લોકોને એક શીખ આપે છે,
જે કપલ એકબીજાને નીચા દેખાડવા માટે પાર્ટનરના એક્સને વચ્ચે લાવવાનું નથી ભૂલતા. રવિના ટંડન અનિલ થડાનીના બીજા પત્ની છે. અનિલ થડાનીએ પ્રથમ લગ્ન નતાશા સાથે કાર્ય હતા, જે થોડા સમય બાદ તૂટી ગયા હતા. અનિલ થડાની જ્યારે રવિનાને મળ્યા હતા ત્યારે તે તલાકશુદા હતા. ત્યારે એવી જાણકારીઓ આવી હતી કે રવિના અને નતાશા વચ્ચે અનિલ થડાનીને લઈને ઘણી રકઝક થઈ હતી. એકવાર જ્યારે પાર્ટીમાં રવિનાની નતાશા સાથે મુલાકાત થઇ હતી,
ત્યારે તેમણે હંમેશા એ વાતનું ધ્યાન રાખ્યું કે તેમની લડાઈની અસર તેમના લગ્ન જીવન પર ના પડે. રવિના અને અનિલ થડાનીના જીવનમાં પુત્રી રાશા અને પુત્ર રણબીર એક સાથે આવ્યા હતા. તે સિવાય અભિનેત્રીએ ૨૦૦૪માં લગ્ન પહેલા બે પુત્રી પૂજા અને છાયાને દત્તક લીધી હતી. એક ઇન્ટરવ્યૂમાં તેમણે ખુલાસો કર્યો હતો કે, “હું ૨૦૨૧માં વધુ સ્વસ્થ જીવન જીવવા માગું છું.