૧૯ નવેમ્બર ૨૦૨૧એ “ભૂલ ભલૈયા ૨” રિલીઝ થશે
છેલ્લા ખાસ્સા સમયથી કાર્તિક આર્યન, કિયારા અડવાણી અને તબ્બુની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ ‘ભૂલ ભલૈયા ૨’ ચર્ચામાં છે. આ ફિલ્મનું શૂટિંગ કોરોના મહામારીના કારણે અટકી ગયું હતું. જે હજી સુધી શરૂ નથી થયું તેમ છતાં ફિલ્મના કો-પ્રોડ્યુસર મુરાદ ખેતાનીએ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી દીધી છે. આ ફિલ્મ ૨૦૦૭માં આવેલી હોરર કોમેડી ફિલ્મ ‘ભૂલ ભલૈયા’ની સીક્વલ છે. ફિલ્મના કો-પ્રોડ્યુસર મુરાદ ખેતાનીએ ટિ્વટ કરીને લખ્યું, “અમે આ થ્રીલર કોમેડી સાથે વાપસી કરી રહ્યા છીએ.
શું તમે તૈયાર છો? ‘ભૂલ ભલૈયા ૨’ ૧૯ નવેમ્બર ૨૦૨૧એ થિયેટરમાં રિલીઝ થશે.” જણાવી દઈએ કે, ‘ભૂલ ભલૈયા ૨’માં રાજપાલ યાદવ અને ગોવિંદ નામદેવ પણ મહત્વના રોલમાં જાેવા મળશે. અગાઉ ‘ભૂલ ભલૈયા ૨’નું શૂટિંગ ઓક્ટોબર ૨૦૨૦માં શરૂ થવાનું પરંતુ થઈ ના શક્યું. ત્યારે એવા અહેવાલ ચર્ચામાં આવ્યા હતા તબ્બૂની ડેટ્સ ના મળતી હોવાથી શૂટિંગ શરૂ થવામાં વિલંબ થઈ રહ્યો છે. ત્યારે આ વિશે વાત કરતાં ફિલ્મના ડાયરેક્ટર અનીસ બઝમીએ અમારા સહયોગી ઈ્ૈદ્બીજને જણાવ્યું હતું,
“મને નથી સમજાતું કે શૂટિંગ આગળ ન વધવા માટે તબ્બૂને કેમ જવાબદાર ગણવામાં આવી રહી છે? હજી કોરોના વાયરસ સંપૂર્ણપણે ગયો નથી અને ફિલ્મનું શૂટિંગ ક્યારે પૂરું થશે તે કહેવું મુશ્કેલ છે. જાે બધું બરાબર રહ્યું તો અમે એપ્રિલ-મેમાં સતત શૂટિંગ કરીને ફિલ્મ પૂરી કરી દઈશું. તબ્બૂ વિશે ઉડી રહેલી અફવાઓ વિશે અનીસ બઝમીએ કહ્યું, તબ્બૂએ શૂટિંગ કરવાની ના નથી પાડી.
સાચું કહું તો મેં જ કોરોના વાયરસ આવ્યા પછી ૧૦ મહિનાથી મુંબઈમાં શૂટિંગ નથી કર્યું. હું મારા પરિવાર સાથે લોનાવાલાના ફાર્મહાઉસ જતો રહ્યો હતો. લોનાવાલાથી આવ્યા બાદ મેં કાર્તિક, કિયારા અને તબ્બૂ સાથે મીટિંગ કરી છે. અમે લગભગ ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયે શૂટિંગ શરૂ કરી શકીએ છીએ. વર્કફ્રંટની વાત કરીએ તો કિયારા અડવાણી પાસે ‘ભૂલ ભલૈયા ૨’ ઉપરાંત સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની ‘શેરશાહ’ પણ છે. આ ફિલ્મ ૨ જુલાઈએ રિલીઝ થશે. કાર્તિક આર્યન પાસે હાલ રામ માધવાનીની ‘ધમાકા’ અને કરણ જાેહરની ‘દોસ્તાના ૨’ જેવી ફિલ્મો છે.