મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા રક્તદાન મહાયજ્ઞ યોજાયો
મોડાસા: પીડિત માનવતાની સેવામાં ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા યોજાયેલ રક્તદાન મહાયજ્ઞમાં રક્ત દાતાઓનો ઉત્સાહ સાથે સહયોગ જોવા મળ્યો. મોડાસા, ખંભીસર, ટીંટોઈ ખાતે એમ ત્રણ સ્થાન પર રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યા. જેમાં કુલ 108 યુનિટ રક્ત એકત્રિત થયું. જે વિશેષમાં થેલેસેમિયાથી પિડાતા જરૂરિયાતમંદ બાળકોને વિના મૂલ્યે આપવામાં આવશે. ગાયત્રી પરિવાર દ્વારા રકતદાતાઓમાં વિશેષ જાગૃતિ તેમજ જરૂરીયાતમંદ સુધી રક્ત માટે મદદરૂપ બની શકાય એવા ઉદ્દેશથી
આ રક્તદાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોડાસા સહિત ખંભીસર, ટીંટોઈ સહિત આસપાસના ગામોના રક્તદાતાઓનો સહયોગ રહ્યો. આ આયોજનમાં નવીનભાઈ રામાણી- રામાણી બ્લડ બેન્ક,મોડાસાની ટીમ દ્વારા મેડિકલ વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ આયોજનમાં ધર્માભાઈ પટેલ, પરેશભાઈ ભટ્ટ, પ્રજ્ઞેશભાઈ કંસારા, રુગ્વેદભાઈ ઉપાધ્યાય, કાંતિભાઈ પટેલ, ગીરીશભાઈ સોની, કામિનીબેન પટેલ, કપિલાબેન સુથાર, અમિતાબેન પ્રજાપતિ સહિત અનેક સક્રિય પરિજનોનો સહયોગ રહ્યો હતો. મોડાસા ઉપરાંત અરવલ્લી જીલ્લાના બાયડ, ભિલોડા ખાતે પણ રક્તદાન આયોજન કરવામાં આવ્યું હતું. તસ્વીર બકોર પટેલ મોડાસા