Western Times News

Gujarati News

કઠલાલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી પકડાયો

પોલીસ અધિક્ષક સાહેબ ખેડા નડીયાદ નાઓએ આગામી તાલુકા પંચાયત / નગરપાલીકાની ચુંટણી અનુસંધાને જિલ્લામાં નાસતા ફરતા આરોપી શોધી કાઢવા તેમજ ચાર્ટર સબંધી કામગીરી કરવા સારુ જિલ્લામાં અલગ અલગ ડીવીજન સ્કોડની રચનાઓ કરેલ હોય જેમા ના.પો.અધિ  કપડવંજ વિભાગ કપડવંજ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ કપડવંજ ડિવીજન નાસતા ફરતા સ્કોડના પો.સ.ઈ એફ.એ.પારગી તથા અપોકો મહાવિરસિંહ, રણજિતસિંહ, ઇમરાનશા, ચૈતન્યકુમાર

એ રીતેના પોલીસ માણસો ડિવીઝન વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારુના પેટ્રોલીંગમાં દરમ્યાન અપોકો રણજિતસિંહ તથા મહાવિરસિંહ  ચૈતન્યકુમાર નાઓને મળેલ સયુંક્ત બાતમી આધારે કઠલાલ પો.સ્ટેના પાર્ટ સી ગુ.ર.નં- ૮૫૫/૨૦૨૦

પ્રોહી એક્ટ કલમ- ૬૫ એએ ૮૧ મુજબના ગુનામાં નાસતા ફરતા આરોપી- છત્રસિંહ ઉર્ફે સતીષ સ / ઓ બાબુજી દરબાર રહે- ભુવાલડી , દરબારવાસ તા- દસક્રોઇ જી- અમદાવાદ ને કઠલાલ , બસ સ્ટેન્ડ બહાર , રીક્ષા સ્ટેન્ડ પાસેથી ઉપરોક્ત ગુનાના કામે આજરોજ તા ૨૩/૦૨/૨૦૨૧ ના કલાક ૧૪/૧૫ વાગે પકડી આગળની વધુ કાર્યવાહી સારુ કઠલાલ પો.સ્ટે તરફ મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.