તલાટીની કાર કન્ટેનર પાછળ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માતમાં કમકમાટી ભર્યું મોત
અરવલ્લી જીલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે મોડાસા-શામળાજી હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટનામાં શામળાજી ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા યુવાન તલાટી આગળ જતા ટ્રક કન્ટેનરની બેદરકારીનો ભોગ બન્યા હતા શામળાજીના ભવાનપુર પાસે તલાટીની કાર કન્ટેનર પાછળ ઘૂસી જતા કારનો બુકડો બોલાઈ ગયો હતો
કાર ચાલક તલાટી કારમાં દબાઈ જતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા શામળાજી પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી શામળાજી ગ્રામ પંચાયતના તલાટીનું અકસ્માતમાં મોત નિપજતા શામળાજીમાં સજ્જડ બંધ રાખી શ્રદ્ધાંજલી અપાઈ હતી
ભિલોડા તાલુકા તલાટી એસોસિએશનના પ્રમુખ અને શામળાજી ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા ધમબોલીયાં ગામના દેવેન્દ્રસિંહ ચૌહાણ સોમવારે રાત્રે શામળાજી થી મોડાસા આવી રહ્યા હતા ત્યારે ભવાનપુર ગામ નજીક આગળ પુરઝડપે પસાર થઇ રહેલા ટ્રક-કન્ટેનર ચાલકે અચાનક બ્રેક મારતા ટ્રક-કન્ટેનર રોડ પર ઉભું રહી જતા પાછળથી કાર ટ્રક-કન્ટેનર ઘુસી જતા કારના આગળના ભાગના ફૂરચેફૂરચા બોલાઈ ગયા હતા કારમાં સવાર દેવેન્દ્રસિંહ ચૌહાણનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતું કાર અકસ્માતમાં દેવેન્દ્રસિંહ ચૌહાણનું મોત થતા પરિવારજનો અને મિત્ર વર્તુળ ઘટનાસ્થળે પહોંચ્યા હતા
અકસ્માતના પગલે શામળાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી કારને રોડ પરથી ખસેડી અકસ્માતના પગલે સર્જાયેલ ટ્રાફિકજામ પૂર્વરત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી યુવાન તલાટીનું મોત થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું તલાટીનું અકસ્માતમાં મોત નિપજતા તલાટી મંડળ સહીત સરકારી તંત્રમાં શોકનું મોજું ફરી વળ્યું હતો.
શામળાજી પંથકમાં ફરજકાળ દરમિયાન લોકચાહના ધરાવતા ગ્રામ પંચાયતના યુવાન તલાટીના મોતના પગલે શામળાજીના વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખી શ્રધાંજલિ અર્પી હતી