રાહુલ ગાંધીનો પોડિચેરીનો પ્રવાસ સારો રહ્યો : ભાજપ
નવીદિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતાઓએ રાહુલ ગાંધી પર ભારે પ્રહારો કર્યા છે જયારે કોંગ્રેસે ભાજપ પર અનૈતિક રીતે સરકાર તોડવાનો આરોપ લગાવતા કહ્યું કે તે જનતાની વચ્ચે જશે કોંગ્રેસે કહ્યું હતું પોડિચેરીના લોકો બધુ જાણે છે.
કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે વ્યંગ કરતા ટ્વીટ કર્યું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો પોડિચેરીમાં પાર્ટીને મજબુત કરવાનો પ્રવાસ સારો રહ્યો તેમણે કહ્યું કે પોડિચેરીમાં સત્તા ગુમાવ્યા બાદ કોંગ્રેસ ત્રણ રાજયોમાં સમેટાઇ ગઇ છે અને મહારાષ્ટ્ર અને ઝારખંડમાં નામમાત્ર હાજી છે કેટલાક વર્ષ બાદ તે ઇતિહાસના પુસ્તકોમાં જ રહી જશે
કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે રાહુલ ગાંધીએ ફરીથી ચમત્કાર કર્યો છે રાહુલ પોડિચેરી ગયા હતાં અને તેમના જાદુઇ સ્પર્શથી કોંગ્રેસે પોતાની સરકાર ગુમાવી દીધી જયારે ભાજપના સાંસદ રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે રાહુલ દેશભરમાં કોંગ્રેસને મિટાવવાનું કામ ખુબ જ અસરદાર રીતે કરી રહ્યાં છે.