Western Times News

Gujarati News

જયારે પણ માર્ગો રોકવામાં આવશે ત્યારે તેનો વિરોધ હંમેશા કરીશ : કપિલ મિશ્રા

નવીદિલ્હી: દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં થયેલ તોફાનોને એક વર્ષ પુરૂ થયું છે દિલ્હીમાં થયેલ હિંસાના એક વર્ષ બાદ એકવાર ફરી ભાજપના નેતા કપિલ મિશ્રાનું મોટું અને વિવાદિત નિવેદન સામે આવ્યું છે.

કપિલ મિશ્રાએ કહ્યું કે સીએએ વિરોધી પ્રદર્શનકારીઓ પર નિશાન સાધનાર જે ભાષણ તેમણે કર્યું હતું તેનો તેમને કોઇ પસ્તાવો નથી અને જરૂર પડી તો તે ફરીથી આમ કરશે માનવામાં આવી છે કે કપિલ મિશ્રાના કહેવાતા ભાષણના આગામી દિવસે જ દિલ્હીમાં હિંસા ભડકી હતી આવામાં તેમનું આ નિવેદન આપવું એકવાર ફરી વિવાદનું કારણ બની શકે છે.

ભાજપ નેતા કપિલ મિશ્રાએ કહ્યું કે જયારે પણ માર્ગ રોકવામાં આવશે અને લોકોને કામ પર કે બાળકોને સ્કુલ જવાથી રોકવામાં આવશે તો તેને રોકવા માટે તે હંમેશા કમિપલ મિશ્રા હશે

કપિલ મિશ્રાએ ડેલ્હી રોયટ્‌સ ૨૦૨૦ ધ અનટોલ્ડ સ્ટોરી નામના પુસ્તકના વિમોચન પર કહ્યું મેં જે કર્યુ ંછે હું ફરી કરીશ મને કોઇ પસ્તાવો નથી સિવાય કે હું દિનેશ ખટીક અંકિત શર્મા તોફાન પીડિત અને અન્ય અન્યનો જીવ બચાવી શકયો નહીં

આ પુસ્તક તેમની વિરૂધ્ધ ખતરનાક પ્રચારની વિરૂધ્ધ આશાની એક કિરણ છે જેમની હેઠળ તેમને તોફાનો માટે દોષીત ઠેરવવામાં આવી રહ્યાં છે.

કપિલ મિશ્રાએ ગણતંત્ર દિવસ પર કૃષિા કાનુનોના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલ હિંસાને લઇને પણ નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું કે પ્રદર્શનથી તોફાન સુધીનું આ મોડલ ખુબ સ્પષ્ટ છે.લોકતંત્રમાં અંતિમ ચેતવણી આપવાની અન્ય શું પધ્ધતિ છે મેં એક પોલીસ અધિકારીની સામે એવું કર્યું શું તોફાન શરૂ કરનારા લોકો પોલીસની સામે અલ્ટીમેટમ આપે છે.

એ યાદ રહે કે ગત વર્ષ ૨૩ ફેબ્રુઆરીએ મિશ્રાએ પોતાના વિવાદિત ભાષણમાં જાફરાબાદમાં માર્ગ પર સીએએની વિરૂધ્ધ પ્રદર્શન કરી રહેલા લોકોને હટાવવાની ધમકી આપી હતી. એક વર્ગ માને છે કે તેમના આ ભાષણ બાદ જ સાંપ્રદાયિક હિંસા ભડકી હતી અને સીએએ સમર્થકો એ વિોધી વચ્ચે અથડામણો થઇ હતી તોફાનોમાં ઓછામાં ઓછા ૫૩ લોકોના મોત થયા હતાં અને સેંકડો લોકોને ઇજા થઇ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.