અમેરિકામાં કોરોનાથી મૃત્યુ પામનારાઓ પ્રત્યે શોક વ્યકત કરાશે
અમેરિકા સરકારે કોરોના વાયરસથી દેશમાં ૫ લાખથી વધુ માર્યા ગયેલાની યાદમાં રાષ્ટ્રીય ધ્વજને અડધો ઝુકાવવાનો નિર્ણય કર્યો છે. વ્હાઇટ હાઉસે આ માહિતી આપી હતી. અમેરિકી રાષ્ટ્પતિ જાે બાઇડેને જાહેરાત કરતા કહ્યું કે અમેરિકી સરકારની તમામ સંધીય ઇમારતો પર રાષ્ટ્રીય ધ્વંજ પાંચ દિવસ સુધી ઝુકેલો રહેશે વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જેન પાસ્કીએ કહ્યું કે આ આદેશ પાંચ દિવસ સુધી પ્રભાવી રહેશે
એ યાદ રહે કે અમેરિકામાં કોરોનાથી મોતોની સંખ્યા ૫ લાખથી વધુ થઇ ગઇ છે જાે કે અમેરિકી સરકારના સત્તાવાર આંકડામાં સંખ્યા તેનાથી ઓછી છે બાઇડેન એક કૈંડલ માર્ચમાં સામેલ થતા પહેલા વ્હાઇટ હાઉસથી રાષ્ટ્ના નામે એક સંબોધન આપી શકે છે બાઇડેન પોતાની પત્ની જિલ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ તેમના પતિ ડગ હેમહોફ અને અન્ય લોકો મૃતકોની યાદમાં મૌન પણ રાખશે એ યાદ રહે કે પોતાના પૂર્વવર્તી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપથી ઉલટ બાઇડેન હંમેશા મહામારીને અમેરિકાની લડાઇને સર્વોચ્ચ પ્રાથમિકતા પર રાખે છ જયારે તેજીથી રસીકરણ પર ભાર આપવાની સાથે સતત કોવિડ ૧૯ના નિયમોનું પાલન કરવા ઉપર ભાર મુકી રહ્યાં છે.