Western Times News

Gujarati News

કોરોના દરમિયાન ભારતે જે મજબુતી બતાવી તેને દુનિયાએ જાેઇ : મોદી

નવીદિલ્હી: આરોગ્ય ક્ષેત્રમાં બજેટ જાેગવાઇના પ્રભાવી કાર્યાન્વયન પર વેબિનારને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ વર્ષના બજેટમાં હેલ્થ સેકટરને જેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે તે અભૂતપૂર્વ છે આ દરેક દેશવાસીઓને સારા આરોગ્ય સુવિધા આપવાની અમારી પ્રતિબધ્ધતાનું પ્રતીક છે. તેમણે કહ્યું કે કોરોનાએ આપણને એ પાઠ ભણાવ્યો છે કે આપણે ફકત આજે જ મહામારીથી લડવાનું નથી

પરંતુ ભવિષ્યમાં આવનાર આવી કોઇ પણ સ્થિતિ માટે પણ દેશને તૈયાર કરવાની છે આથી હેલ્થ સેકટરથી જાેડાયેલ તમામ ક્ષેત્રોને મજબુત કરવાનું પણ એટલું જ આવશ્યક છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોરોના દરમિયાન ભારતના હેલ્થ સેકટરે જે મજબુતી બતાવી છે પોતાના જે અનુભવ અને પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું છે તેને દુનિયાએ ખુબ નજીકતાથી નોટ કરી છે આજે સમગ્ર વિશ્વમાં ભારતના હેલ્થ સેકટરની પ્રતિષ્ઠા અને ભારતના હેલ્થ સેકટર પર વિશ્વાસના એક નવા સ્તર પર પહોંચાડયુ છે.

વડાપ્રધાને કહ્યું કે ભારતને સ્વસ્થ રાખવા માટે આપણે ચાર મોરચા પર એક સાથે કામ કરી રહ્યાં છીએ પહેલો બીમારીનો રોકવી,બીજાે ગરીબથી ગરીબને સસ્તી અને પ્રભાવી સારવાર આપવાનો,આયુષઅમાન ભારત યોજના અને પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર જેવી યોજનઓ આ કામ કરી રહી છે. ત્રીજાે મોરચો છે હેલ્થ ઇફ્રાસ્ટ્રકચર અને હેલ્થ કેયર પ્રોફેશનલ્સની કવાલિટી અને કવાંટિટી સારી કરવી અને ચોથો મોરચો સમસ્યઓથી પાર થવા માટે મિશન મોડ પર કામ કરવું વડાપ્રધાન અનુસાર મિશન ઇદ્રધનુષનો વિસ્તાર દેશના આદિવાસી અને દુર દુરના વિસ્તારો સુધી કરવામાં આવ્યો છે.

ટીબી રોદ પર ચર્ચા કરતા વડાપ્રધાને કહ્યું કે દેશથી ટીબીને ખતમ કરવા માટે અમે વર્ષ ૨૦૨૫ સુધીનું લક્ષ્ય રાખ્યું છે ટીબી પણ સંક્રમિત વ્યક્તિના ડ્રોપલેટ્‌સસેથી ફ્લાય છે ટીબીને અટકાવવામાં પણ માસ્ક પહેરવું બીમારીની માહિતી લગાવવી અને સારવાર તમામ મહત્વપૂર્ણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.