Western Times News

Gujarati News

મધ્યપ્રદેશની યુનિવર્સિટીના કુલપતિપદે અમદાવાદના પ્રો.નિરજા નિમાયા

(એજન્સી) અમદાવાદ, મધ્યપ્રદેશની સરકારી સ્ટેટ યુનિવર્સિટી એવી સાંચી યુનિવર્સિટી ઓફ બૌધ્ધિસ્ટ ઈન્ડીક સ્ટડીઝના વાઈસ ચાન્સેલર તરીકે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન અમદાવાદની ભવન્સ કેમ્પસની આર.એ.આર્ટસ કોમર્સ કોલેજના આચાર્ય પ્રો.નિરજા ગુજરાત યુનિવર્સિટીના સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના સંયોજક તેમજ સિન્ડીકેટ મેમ્બર પણ છે.

મધ્યપ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલ દ્વારા પ્રો.નિરજા સાંચીની યુનિવર્સિટીના કુલપતિ તરીકે ચાર વર્ષ માટે નિમણુુંક કરવામાં આવી છે. Madhya Pradesh: Prof. Neerja Gupta new Sanchi University vice-chancellor

સાંચી યુનિવર્સિટી ઓફ બૌદ્ધિસ્ટ ઈન્ડીક સ્ટડીઝના વાઈસ ચાન્સેલર તરીકે ગુજરાત યુનિવર્સિટીના શેઠ આર.એ.કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ કોમર્સના આચાર્ય ડો.(પ્રો.) નીરજા એ.ગુપ્તાની પસંદગી થવા બદલ પ્રોફેસરોએ તેઓને  અભિનંદન આપ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.