સ્વર્ગીય મોહન ડેલકરના અંતિમ દર્શન કરવા લોકો ઉમટી પડ્યા
મંગળવારે સવારે દાનહ ના સેલવાસમાં સ્વર્ગીય મોહન ડેલકરનો પાર્થિવ શરીર જનતાના દર્શનો માટે આદિવાસી ભવન માં રાખવામા આવ્યો હતો જ્યાં સવાર થી દાનહ ની જનતા, તેમના પ્રશંસક, કાર્યકર્તાઓ ભારી જનમેદની સાથે તેમના નાયક સ્વર્ગીય મોહન ડેલકરના અંતિમ દર્શન અને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા માટે ઉમટી પડ્યા હતા.
આ સાથે દાનહ અને દમણ દીવ ના તમામ રાજકીય પક્ષોના નેતાઓ પણ ત્યાં આવી સ્વર્ગીય મોહનભાઈ ડેલકર ને શ્રદાંજલી અર્પણ કરી હતી. દાનહ ના નાયક સ્વર્ગીય મોહન ડેલકર ને અંતિમ વિદાઈ આપવા માટે સેલવાસ સમેત દાનહના તમામ વિસ્તારના લોકોએ પોતપોતાના વ્યવસાય બંધ રાખી સ્વર્ગીય મોહન ડેલકર ની અંતિમ યાત્રા માં જાેડાયા હતા.