રિલાયન્સ ઓઈલથી કેમિકલ બિઝનેસ માટે અલગ પેટા કંપની સ્થાપશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/10/Reliance-scaled.jpg)
મુંબઈ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે મંગળવારે એક મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે તે ઓઈલથી કેમિકલ બિઝનેસ માટે અલગ પેટા કંપની સ્થાપશે. ઓઈલ અને કેમિકલ બિઝનેસના પુર્નગઠન માટે નવી કંપનીમાં રિલાયન્સ ૧૦૦ ટકા માલિકી હિસ્સો ધરાવશે.
રિલાયન્સે સ્ટોક એક્સચેન્જને આપેલી યાદીમાં જણાવ્યા મુજબ નવી ઓ૨સી કંપનીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૪૯.૧ ટકા માલિકી સાથે સંપૂર્ણ નિયંત્રણ પોતાની પાસે રાખશે. જાેકે આ પ્રક્રિયાથી કંપનીના શેરહોલ્ડિંગમાં કોઈ જ ફેરફાર નહીં થાય તેમ રિલાયન્સે જણાવ્યું છે.
વર્તમાન રિલાયન્સમાં ઓઈલથી કેમિકલ બિઝનેસમાં કાર્યરત ટીમને નવી સ્થપાનાર પેટા કંપનીમાં ખસેડાશે. જાે કે કમાણી કે રોકડ પ્રવાહ પરના પ્રતિબંધમાં ઘટાડો નહીં કરવામાં આવે. આરઆઈએલના મતે તમામ રિફાઈનિંગ, માર્કેટિંગ અને પેટ્રોકેમિકલ એસેટ્સને પેટા કંપનીમાં ટ્રાન્સ્ફર કરાશે.
ઓ૨સી માટે નવી કંપની સ્થાપીને કંપની વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા વધુ મૂલ્યનું સર્જન કરી શકશે. આગામી સમયમાં નવી કંપનીનો ૨૦ ટકા હિસ્સો સાઉદીની એરામકોને પણ વેચવાની કંપનીની યોજના છે. આ ઉપરાંત અન્ય રોકાણકારોને પણ આકર્ષવા માટે ઈન્વેસ્મટેન્ટ પુલ સ્થાપવામાં આવશે.
ઓઈલથી કેમિકલ બિઝનેસના પુર્નગઠન માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને શેરબજાર નિયામક સેબી તરફથી મંજૂરી મળી ગઈ છે. શેરધારકો, ધિરાણદારો તેમજ ઈન્કમ ટેક્સ અને મુંબઈ તેમજ અમદાવાદ સ્થિત નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની બેન્ચની મંજૂરી મેળવવાની બાકી છે.