વિભાજનકારી રાજનીતિ તમારા રાજનીતિક સંસ્કાર
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. યોગી આદિત્યનાથે કહ્યું કે સનાતન આસ્થાના તપસ્થળી કેરળથી લઈને પ્રભુ શ્રી રામની જન્મસ્થળી ઉત્તર પ્રદેશ સુધી તમામ લોકો સમજી ચૂક્યા છે. તેમણે કહ્યું કે વિભાજનકારી રાજકારણ તમારા રાજનીતિક સંસ્કાર છે. અમે ઉત્તર કે દક્ષિણમાં જ નહીં, સમગ્ર ભારતને ભારતમાતા સ્વરૂપમાં જાેઈએ છીએ. અત્રે જણાવવાનું કે વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું કે ઉત્તર ભારતમાં તેમને ‘અલગ પ્રકારની રાજનીતિ’ની આદત થઈ ગઈ હતી અને કેરળ આવવું તેમના માટે એક નવા પ્રકારનો અનુભવ છે કારણ કે અહીંના લોકો ‘મુદ્દાઓ’માં વધુ રસ દાખવે છે.
ત્યારબાદ રાહુલ ગાંધી પર પલટવાર કરતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ વધુ એક ટ્વીટમાં કહ્યું કે શ્રદ્ધેય અટલજીએ કહ્યું હતું કે ભારત જમીનનો ટુકડો નથી, જીવતો જાગતો રાષ્ટ્રપુરુષ છે. કૃપા કરીને તેને તમારી ઓછી રાજનીતિની પૂર્તિ માટે ક્ષેત્રવાદની તલવારથી કાપવાનો કુત્સિત પ્રયાસ ન કરો. ભારત એક હતું અને એક જ રહેશે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરીને તેમને અહેસાન ફરામોશ સુદ્ધા ગણાવી દીધા.
તેમણે ટ્વીટ કરીને કહ્યું કે એહસાન ફરામોશ! તેમના વિશે તો દુનિયા કહે છે-ખાલી ચણો વાગે ઘણો. કેરળ વિધાનસબામાં વિપક્ષના નેતા રમેશ ચેન્નીતલાના નેતૃત્વમાં આયોજિત એશ્વર્ય યાત્રાના સમાપન પર રાહુલ ગાંધીએ કહ્યું કે તેમણે કેરળના લોકો પાસેથી ઘણું બધુ શીખ્યું છે અને અહીંના લોકોની બુદ્ધિમતાને થોડી સમજી છે. તેમણે કહ્યું કે અગાઉ ૧૫ વર્ષ હું ઉત્તર ભારતથી સાંસદ રહ્યો. આથી મને એક અલગ પ્રકારની રાજનીતિની આદત થઈ ગઈ હતી. મારા માટે કેરળ આવવું એક નવો અનુભવ હતો. કારણ કે અચાનક મે જાેયું કે લોકો મુદ્દાઓમાં રસ દાખવે છે.
ફક્ત દેખાડા માટે નહીં પરંતુ ઊંડાણપૂર્વક તેના પર વિચાર કરે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે હાલમાં જ અમેરિકામાં મે વિદ્યાર્થીઓ સાથે વાતચીતમાં કહ્યું હતું કે ‘કેરળના લોકો જેવી રાજનીતિ કરે છે’ તે કારણે મને ત્યાં જવું ગમે છે. તેમણે કહ્યું કે ‘હાલમાં જ હું અમેરિકામાં કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યો હતો ત્યારે મે તેમને જણાવ્યું કે મને કેરળ જવું, વાયનાડ જવું ખુબ ગમે છે. આ ફક્ત લગાવ નથી. નિશ્ચિત રીતે લગાવ તો છે જ, પરંતુ તમે જે પ્રકારે રાજનીતિ કરો છો.