Western Times News

Gujarati News

યમુના એક્સપ્રેસ વે પર કાર-ટેન્કર વચ્ચે ટક્કર : ૭નાં મોત

મથુરા: આગ્રા-દિલ્હી યમુના એક્સપ્રેસ વે પર ફરી એક વાર દુઃખદ અકસ્માત સર્જાયો હતો. મંગળવારે મોડીરાતે એક હાઇ સ્પીડ ટેન્કર બેકાબૂ થઈને ઈનોવા કાર પર પલટી ખાઈ ગયું હતું. ઘટનાસ્થળે જ ૨ મહિલાઓ સહિત કારમા સવાર તમામ ૭ લોકોનાં મોત નીપજ્યાં હતાં. અકસ્માતની જાણ થતાં જ પોલીસ એક્સપ્રેસ વેના જવાનો સહિતની રેસ્કયુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ અકસ્માત મથુરા-અલીગઢ બોર્ડર પર સ્થિત થાણા નૌજિલ વિસ્તારના માઇલ સ્ટોન ૬૮ નજીક બન્યો હતો. મૃત્યુ પામેલા લોકો હરિયાણાના જીંદના રહેવાસી હતા.

મળતી માહિતી મુજબ નોઇડા તરફથી આવતું ટેન્કર બેકાબૂ થઈ ગયું હતું અને ડિવાઇડર તોડી બીજી બાજુ ઈનોવા કાર પર પલટી ખાઈ ગયું હતું. ઇનોવામાં સવાર લોકો નોઈડા તરફ જઇ રહ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના તમામ સાત મુસાફરોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયંકર હતો કે, કારના કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં ગામના સફિદોન, જીંદના રહેવાસી મનોજ, બબીતા, અભય, હેમંત, કલ્લુ, હિમાદ્રી અને ડ્રાઇવર રાકેશનું મોત નીપજ્યું હતું.

અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને એક્સપ્રેસ વેના જવાનો અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ડીએમ નવનીત ચહલ અને એસએસપી ગૌરવ ગ્રોવર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગારી હાથ ધરવામાં આવી હતી. અકસ્માત બાદ યમુના એક્સપ્રેસ વે પરથી પસાર થતાં અન્ય વાહનચાલકો પણ એકઠા થઈ ગયા હતા. પોલીસે મૃતદેહોના કારમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવાની સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જણાવી દઈએ કે, અગાઉ પણ ગાઢ ધૂમ્મસને કારણે યમુના એક્સપ્રેસ વે પર કાર ટ્રકમાં ઘૂસી ગઈ હતી. જેમાં ૬ જેટલા લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.