વિરાફ પટેલ અને સલોની ખન્નાએ સગાઈ કરી લીધી
મુંબઈ: ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીનો ‘મોસ્ટ એલિજિબલ બેચલર’ વિરાફ પટેલ હવે સિંગલ નથી. એક બૂંદ ઈશ્ક અને નામકરણ જેવી સીરિયલોમાં કામ કરનાર આ એક્ટરે ૨૦મી ફેબ્રુઆરીએ એક્ટ્રેસ સલોની ખન્ના સાથે સગાઈ કરી લીધી. બંને બે વર્ષ પહેલા એક ઓનલાઈન શોના સેટ પર મળ્યા હતા અને તરત જ પ્રેમમાં પડ્યા હતા. વિરાફે વાતચીત કરતાં જણાવ્યું કે, જ્યારે હું સલોનીને મળ્યો ત્યારે મને તરત જ તને પ્રત્યે આકર્ષણ થયું હતું.
તેને મળ્યાના થોડા દિવસ બાદસ મેં તેને કહ્યું કે તે મને પસંદ છે અને તેને વધારે સારું રીતે જાણવા માગુ છું. અમે બે વર્ષથી રિલેશનશિપમાં છીએ. લગ્નની વાત છેલ્લા કેટલાક સમયથી મારા મગજમાં હતી અને સલોનીને મળ્યા બાદ મને લાગ્યું કે, આ તે જ છે. અમે અમારા જીવનના નવા ચેપ્ટરને શરુ કરવા તરફ જાેઈ રહ્યા છીએ. સલોની સૌમ્ય અને મૃદુભાષી છે. અમે સારા મિત્રો છીએ. હું ખુશ છું કે અમે એકબીજાને મળ્યા. ૨૦મી ફેબ્રુઆરીએ ઘૂંટણિયે બેસીને મેં તેને પ્રપોઝ કર્યું હતું. તે રોમાન્ટિક હતું અને અમે ખુશ થયા હતા.
વિરાફ પારસી છે અને સલોની પંજાબી છે. બે સમુદાય વચ્ચે કોઈ બાબત સમાન હોય તો તે છે ફૂડ. સલોની અને હું ફૂડી છીએ તેથી અમારા ઘરે જે આવશે તેમને પારસી અને પંજાબી ફૂડનો સ્વાદ માણવા મળશે, તેમ તેણે કહ્યું. વિરાફ વિશે વાત કરતાં સલોનીએ કહ્યું કે, તે દયાળું છે અને સ્ત્રીદાક્ષિણ્યવાળો છે. મેં ક્યારેય તેને ગુસ્સે થતાં કે કોઈ વાત પર ઘીરજ ગુમાવતા નથી જાેયો. તેનું સેન્સ ઓફ હ્યુમર સારું છે. ઘણા સમયથી અમે સગાઈ કરવાનું વિચારી રહ્યા હતા, પરંતુ મહામારીના કારણે તે મુલતવી રાખવું પડ્યો હતો. વિરાફ પટેલ અને સલોની ખન્નાનો
એક વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં વિરાફ સલોનીને પરિવારની સામે ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કરતો જાેવા મળ્યો. આ સિવાય તે કહી રહ્યો હતો કે, પ્લીઝ આ ક્ષણને કેમેરામાં કેપ્ચર કરજાે. બાદમાં તેણે સલોનીને ડાયમંડ રિંગ પહેરાવી હતી. તો સલોનીએ પણ વિરાફના સવાલનો જવાબ હામાં આપ્યો હતો.