પતિનું ભાભી સાથે અફેર હોવાની મહિલાની ફરિયાદ
અમદાવાદ: અમદાવાદ શહેરમાં રહેતી ૨૬ વર્ષીય યુવતીએ લગ્ન કર્યા અને બાદમાં તેના પતિ સાથે સાઉથ આફ્રિકા ગઈ હતી. ત્યાં તેને પ્રેગનેન્સી રહેતા પતિએ તેને સાસરે મોકલી દીધી હતી. સાસુ નોર્મલ ડિલિવરી કરવા ત્રાસ આપતી ત્યાં જ્યારે યુવતીએ બાળકીને જન્મ આપ્યો બાદમાં સાસરિયાઓ એ વધુ ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. યુવતીએ દાણીલીમડામાં અરજી કરી પણ કોરોનાનું બહાનું કાઢી કોઈ હાજર થયું ન હતું.
જાેકે, પુત્રી આવ્યા બાદ અને અરજી કર્યા બાદ યુવતીએ જાણ થઈ કે, તેના પતિનું તેની જ ભાભી સાથે અફેર છે. જેથી આ મામલે યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. શાહ આલમમાં માતા પિતા, ભાઈ ભાભી સાથે રહેતી ૨૬ વર્ષીય યુવતીના વર્ષ ૨૦૧૭માં લગ્ન થયા હતા. લગ્ન બાદ વેરાવળ ખાતે આ યુવતી સાસરે રહેવા ગઈ હતી. લગ્નના થોડા સમય બાદ આ યુવતીએ પુત્રીને જન્મ આપ્યો હતો જે હાલ ૧૮ માસની છે.
આ યુવતીનો પતિ સાઉથ આફ્રિકા નોકરી કરતો હોવાથી યુવતીએ પતિ સાથે સાઉથ આફ્રિકા જવા બોલી કરી હતી. બાદમાં પતિ સાઉથ આફ્રિકા જવાનો હોવાથી તેને મુકવા આ યુવતી મુંબઈ ગઈ હતી. જ્યાં તેણે સાઉથ આફ્રિકા ન લઈ જવાનું કહેતા બને વચ્ચે ઝગડો થયો હતો. જેથી યુવતીના પતિએ શેઠ સાથે વાત કરાવતા વિઝા ન હોવાથી રાહ જાેવી પડશે તેમ જણાવ્યું હતું. જાેકે બાદમાં વિઝા થતા યુવતીને તેનો પતિ સાઉથ આફ્રિકા લઈ ગયો હતો. ત્યાં ગયા બાદ આ યુવતીને પ્રેગનેન્સી રહેતા તેના પતિએ તેને એકલી જ અમદાવાદ મોકલી આપતા યુવતી સાસરે ગઈ હતી.
જ્યાં સાસરિયાઓ એ ફ્રૂટ ખાવા અને અન્ય બાબતોમાં ઝગડા કરી ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. જેથી યુવતી પિયર જતી રહી અને નવમો માસ બેસતા તેનો પતિ સાસરે લઈ ગયો. જ્યાં સાસુએ નોર્મલ ડિલિવરી કરાવવા દબાણ કર્યું હતું. સિઝેરિયનથી બાળકીને જન્મ આપ્યા બાદ યુવતીએ ઘરમાં કામવાળી રાખતા તેની સાસુએ ૧૮ જ દિવસમાં કામવાળીને પણ તગેડી મૂકી હતી. યુવતીના સસરાએ પણ દીકરીને જન્મ આપ્યો હોવાથી કઈ નહિ મળે તેમ કહી ત્રાસ આપતા અને યુવતીની જેઠાણી ઝગડો કરી તેની પુત્રી ખેંચીને રૂમમાં જતી રહેતી હતી. બાદમાં તેનો પતિ પણ સબંધીઓને વાતો કરી પત્નીને બદનામ કરતો હતો.
જેથી તેણે સાસરિયાઓ સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી પણ કોરોનાનું બહાનુ કાઢી કોઈ હાજર થતા ન હતા. બાદમાં યુવતીનો પતિ તેની જ ભાભીને લઈને ફરતો અને આડા સંબંધો રાખતો હોવાની યુવતીને જાણ થઈ હતી. જેથી તેના પતિ અને જેઠે ઝગડો કર્યો હતો. જેથી યુવતી પિયરમાં આવી જતા યુવતી લાખો રૂપિયા અને દાગીના લઈ ગઈ હોવાનો પતિએ આક્ષેપ કરી યુવતીના ભાઈને પોલીસ કેસ કરી ફસાવી દેવાની ધમકી આપી હતી. આ બાબતોથી કંટાળીને આખરે યુવતીએ ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે તપાસ શરૂ કરી છે.