Western Times News

Gujarati News

મોટેરા સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ મેચની ટ્રોફી મૂકવામાં આવી

અમદાવાદ: 1.10 લાખ લોકોની કેપેસીટી ધરાવતા મોટેરા સ્ટેડિયમનું ૨૪ ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉદ્ધાટન કરવામાં આવ્યુ છે.  ઉદઘાટન બાદ પહેલીવાર મોટેરા સ્ટેડિયમમાં ઈન્ટરનેશનલ મેચ રમાશે.

ઉદ્ધાટન સમયે અને BCCIના હોદ્દેદારો હાજર રહ્યા હતા. ઉદઘાટન સમયે ડે. સીએમ નિતીન પટેલ, ગૃહમંત્રી અમિત શાહ, કિરણ રીજીજુ અને અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્પતિ  કોવિંદે વિધીવત પૂજા કરી હતી.  બીબીસીઆઈએ સ્ટેડિયમમાં મૂકેલી ટ્રોફી પણ શેર કરી છે.

Union Sports Minister Kiren Rijiju at Motera Stadium told that, Not just for cricket but it’s a proud moment for India. Besides being the largest cricket stadium, it’s also one of the most modern stadiums in the world. Ahmedabad is turning out to be the ‘sports city’ of the country.

થોડા દિવસ પહેલાં જ ભારત અને ઈંગ્લેન્ડની ટીમ અમદાવાદ પહોંચી હતી અને ૨૧ માર્ચ સુધી ભારત અને ઈંગ્લેન્ડની ટીમના ખેલાડીઓ અમદાવાદમાં રોકાશે. જે માટે  સ્ટેડિયમ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ગઈકાલે પણ ખેલાડીઓએ મેદાનમાં નેટ પ્રેકટીસ કરી હતી.  આ ઉપરાંત ખેલાડીઓએ સ્ટેડિયમમાં તૈયાર કરાયેલા જીમમાં પણ સમય વિતાવ્યાે હતો.

૨૪ ફ્રેબ્રુઆરીથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ડે નાઈટ ટેસ્ટ મેચ બાદ ચોથી ટેસ્ટ અમદાવાદમાં રમાનાર છે. ૧૯ ફેબ્રુઆરીથી બંને ટીમના ખેલાડી પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી હયાત હોટેલમાં તમામ પ્લેયર્સ રોકાયા છે.

૨૪ ફ્રેબ્રુઆરીથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ડે નાઈટ ટેસ્ટ મેચ બાદ ચોથી ટેસ્ટ પણ અમદાવાદમાં રમાશે.

૧૨, ૧૪, ૧૬, ૧૮ અને ૨૦ માર્ચે મોટેરા ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ૫ ટી-૨૦ મેચનું આયોજન કરાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.