મોડાસામાં ઓવૈસીએ સભા ગજવી, ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા આહવાન
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામી રહ્યો છે. તમામ પાર્ટીઓ ચૂંટણી પ્રચાર કરી રહી છે. ત્યારે આ ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસી ની પાર્ટી AIMIM ની પણ એન્ટ્રી થઈ છે.મોડાસા નાગરપાલિકમાં AIMIM ના ૧૨ ઉમેદવારો ચૂંટણી જંગમાં જંપલાવ્યું છે
ઉમેદવારોને વિજેતા બનાવવા AIMIM ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસુઉદીન ઓવૈસીએ મોડાસા ખાતે પહોંચી ઉમેદવારોના સમર્થનમાં જંગી સભા સંબોધી હતી આ સભામાં તેમણે ભાજપ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા તેમજ મોડાસામાં સુકાબજારમાં આવેલ મસ્જીદમાં થયેલ બોંબ્લાસ્ટ અને ગોધરા રમખાણોને યાદ કર્યા હતા ઓવૈસીને સાંભળવા જનમેદની ઉમટી હતી
ઓવૈસીએ મોડાસા ખાતે ચૂંટણી સભાને સંબોધન કરતા કહ્યું કે, અમે ગુજરાતમાં પોતાના રાજકીય સફરની શરૂઆત કરવા જઈ રહ્યાં છીએ. ખુદાને ખબર છે કે અમારા મનમાં શું છે, અમને વિશ્વાસ છે કે અલ્લાહ અમને મદદ કરશે. તેમણે કહ્યું કે, આ સફર માત્ર ચૂંટણી માટે નથી.
અલ્લાહ ઈચ્છશે તો મજલિશ દુનિયાના અંત સુધી ગુજરાતમાં રહેશે. તેમણે કહ્યું કે, હું અહીં મારા માટે આવ્યો નથી. હું જમાતના બાળકો અને માતાઓ માટે અહીં આવ્યો છું.
ઓવૈસી મોડાસામાં જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે આ મોદી-શાહનું નહીં, મહાત્મા ગાંધીનું ગુજરાત છે, ઓવૈસીએ લોકોને કહ્યું કે, તમારે યાદ કરવાની જરૂર છે કે છેલ્લા ૭૦ વર્ષમાં તમને શું મળ્યું. રાજકીય પાર્ટીઓએ તેમને શું આપ્યું છે. અમારી ઈચ્છા અહીં લોકોને એક સારો વિકલ્પ આપવાની છે.
તો તેમણે ભાજપ, કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. મહત્વનું છે કે ઓવૈસીએ ગુજરાતમાં છોટુ વસાવાની પાર્ટી બીટીપી સાથે ગઠબંધન કર્યુ છે. તેમણે કહ્યુ કે, આગામી સમયમાં અમારા ધારાસભ્ય પણ વિધાનસભામાં જોવા મળશે.