માર્ચ મહીનમાં ૧૧ દિવસ બેંકોમાં કામકાજ થશે નહીં

Files Photo
મુંબઇ: માર્ચ મહીનામાં ૧૧ દિવસ બંધ બેંકો બંધ રહેશે માર્ચ મહિનામાં નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો હોય છે. આ મહિનામાં સામાન્ય રીતે બેંકો સાથે જાેડાયેલું કામકાજ ઘણે અંશે વધી જાય છે. આપને જણાવી દઈએ કે આ વર્ષે માર્ચ મહિનામાં ૧૧ દિવસ બેંકો બંધ રહેશે. એવામાં જાે તમે આપના કોઈ બેન્કિંગ કામ માટે બ્રાન્ચમાં જઈ રહ્યા છો તો કયા દિવસે બેન્કો બંધ રહેવાની છે
તેની મહિતી લઈ લેજાે. રિઝર્વ બેન્કના દિશા-નિર્દેશો મુજબ દેશમાં કાર્યરત બેન્ક રવિવાર ઉપરાંત મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે. સાથોસાથ માર્ચમાં કેટલીક વધારાની રજાઓ પણ છે અને સ્થાનિક તહેવારો પણ છે. આ તહેવારો પર દેશના કેટલાક રાજ્યોમાં બેન્કોમાં રજા રહેશે.
૫ માર્ચે પર્વને કારણે મિઝોરમમાં તમામ બેન્કો બંધ રહેશે. ૧૧ માર્ચ- ૧૧ માર્ચે મહાશિવરાત્રિ છે. આ દિવસે દેશના અનેક રાજ્યોની બેન્કોમાં કામકાજ બંધ રહેશે. ૧૩ માર્ચ – મહિનાનો બીજાે શનિવાર હોવાથી બેન્કોમાં રજા રહેશે. ૧૪ માર્ચ- રવિવાર હોવાના કારણે બેન્કોમાં કામકાજ બંધ રહેશે.
૧૫ માર્ચ- ૧૫ માર્ચ સોમવારે કેટલાક બેન્ક યૂનિયનોએ હડતાળની ઘોષણા કરી છે.૨૧ માર્ચ- રવિવાર હોવાના કારણે બેન્કોમાં રજા રહેશે.૨૨ માર્ચ- ૨૨ માર્ચે બિહાર દિવસ છે. એવામાં બિહાર રાજ્યમાં સતત બે દિવસ સુધી બેન્કો બંધ રહેશે.૨૭ માર્ચ- ૨૭ માર્ચે ચોથો શનિવાર હોવાના કારણે દેશભરની બેન્કો બંધ રહેશે.૨૮ માર્ચ- ૨૮ માર્ચે રવિવાર હોવાના કારણે કેટલાક રાજ્યોમાં સતત ચાર દિવસ બેન્કો બંધ રહેશે.૨૯ અને ૩૦ માર્ચ- ૨૯ અને ૩૦ માર્ચે હોળી-ધૂળેટીનો તહેવાર હોવાના કારણે બેન્કોમાં રજા રહેશે.