કેરલ પ્રવાસમાં ફરી માછીમારો માટે મંત્રાલય બનાવવાની વાત કરતા રાહુલ ગાંધી

કોલ્લમ: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ કોલલમ જીલ્લાના થાંગસ્સેરી કિનારા પર માછીમારો સાથે વાતચીત કરી હતી આ દરમિયાન તેમણે એકવાર ફરી માછીમારો માટે અલગથી મંત્રાલય બનાવવાની વાત કહી હતી.
માછીમારો સાથે વાતચીત દરમિયાન ગાંધીએ કહ્યું કે તે હંમેશા માછીમારોના જીવનનો અનુભવ લેવા ઇચ્છતા હતાં તેમણે કહ્યું કે આજે સવારે હું આપણા ભાઇઓની સાથે સમુદ્રમાં ગયો નાવની યાત્રા શરૂ થવાથી લઇ તેની વાપસી સુધી તેમણે તમામ ખતરા ઉઠાવ્યા ખુબ મહેનત કરી તે સમુદ્રમાં જાય છે જાળ ખરીદે છે પરંતુ તેનો લાભ કોઇ અન્ય ઉઠાવે છે તેમણે કહ્યું કે અમે માછલી પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ ફકત એક માછલી મળી આટલી મહેનત બાદ પણ જાળ ખાલી રહી ગઇ આ મારો અનુભવ છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે જેમ કિસાન જમીન પર ખેતી કરે છે તેવી જ રીતે તમે સમુદ્રમાં કરો છે કિસાન માટે દિલ્હીમાં મંત્રાલય છે પરંતુ તમારા માટે મંત્રાલય નથી તમારા માટે દિલ્હીમાં કોઇ બોલશે નહીં આથી તે કેન્દ્ર સરકારમાં મત્સ્યથી સંબંધિત અલગ મંત્રાલય બનાવવા માટે સંધર્ષ કરશે જેથી માછીમારાને તમામ પરેશાનીઓથી મુક્તિ માટે અને તેમના હિતોની રક્ષા થાય તેમણે કહ્યું કે રાજયમાં કોંગ્રેસના નેતૃત્વવાળી યુડીએફ નેતા તાકિદે માછામારોથી ચર્ચા વિચારણા કરી તેમના માટે વિધાનસભા ચુંટણીમાં એક અલગ ધોષણાપત્ર તૈયાર કરશે
કેરલમાં આ વર્ષ વિધાનસભાની ચુંટણી થનાર છે કોંગ્રેસ નેતા ગત બે દિવસોથી રાજયની યાત્રા પર છે. આજે તેઓ માછીમારોની તેમની સાથે હોડીમાં બેસી સમુદ્રમાં પણ ગયા તેમણે પોતાની યાત્રા વહેલી સવારે ૪.૩૦ મિનિટ પર બાડી કિનારેથી શરૂ કરી અને લગભગ એક કલાત ત્યાં રહ્યાં
ત્યારબાદ વાતચીત સ્થળ પર પહોંચ્યા તેમણે માછીમારો સાથે મળી સમુદ્રમાં માછલી પકડનારી જાળ ફેંકી અને તેની સાથે માછલી પણ પકડી બ્લુ ટીશર્ટ અને ખાકી પેન્ટ પહેરેલ કોગ્રેસ નેતા કિનારા પર વાપસી દરમિયાન ત્યાં ઉભેલા લોકોનું હાથ હલાવી અભિવાદન કર્યું તેમની સાથે કોંગ્રેસના મહામંત્રી કે સી વેણુગોપાલ અને સાંસદ ટી એન પ્રતાપન પણ હતાં પ્રતાપન રાષ્ટ્રીય માછીમાર કોંગ્રેસના અધ્યક્ષ પણ છે.
રાહુલ ગાંધીએ બળતણના વધતા ભાવો માટે મોદી સરકારની ટીકા કરી હતી તેમણે કહ્યુ ંકે આંતરરાષ્ટ્રીય સ્તર પર પેટ્રોલની કીમત ઘટી રહી છે પરંતુ ભારતમાં પેટ્રોલ ડીઝના કીંમત વધી રહી છે તમારા ખિસ્સાથી આ પૈસા લેવામાં આવે છે અને ભારતના ૨-૩ બેઝનેસમેનને આપી દેવામાં આવશે હું તમને સુનિશ્ચિત કરવા માંગુ છું કે આ પૈસાનો મોટાભાગનો હિસ્સો તમારા ખિસ્સામાં આવશે