૧ માર્ચથી સરકારી હોસ્પિટલોમાં ફ્રીમાં રસી લગાવામાં આવશે
નવીદિલ્હી: કોરોના વેક્સિનેશનને લઈને ભારત સરકારે બુધવારે મોટી જાહેરાત કરી છે. દેશમાં ૧ માર્ચથી ૬૦ વર્ષથી મોટી ઉંમરના લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે બુધવારે કેબિનેટના ર્નિણયની જાણકારી આપતા આ જાહેરાત કરી છે.
પ્રકાશ જાવડેકર પ્રમાણે ૧ માર્ચથી ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવશે જેને કોઈ ગંભીર બીમારી છે. દેશના જે ૧૦ હજાર સરકારી સેનટ્ર પર લોકો વેક્સિન લગાવવા આવશે તેને વેક્સિન ફ્રીમાં આપવામાં આવશે. પ્રકાશ જાવડેકરે જણાવ્યુ કે, જે લોકો ખાનગી હોસ્પિટલમાં વેક્સિન લગાવશે, તેણે પૈસા આપવા પડશે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જલદી રસીની કિંમત જાહેર કરવામાં આવશે.
પત્રકાર પરિષદમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યુ કે, ૧૬ જાન્યુઆરીથી ૨૪ ફેબ્રુઆરી સુધી આશરે ૧.૭ કરોડ લોકોને કોરોનાની વેક્સિન લગાવી દેવામાં આવી છે. જ્યારે ૧૪ લાખ લોકોને વેક્સિનની બીજાે ડોઝ આપવામાં આવ્યો છે.
ભારતમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકો અને કો-મોર્બિડિટીઝનો સામનો કરી રહેલા લોકોને વેક્સિન માટે સેલ્ફ રજીસ્ટર કરવાની મંજૂરી મળી શકે છે. આ લોકો તે સ્થળની પસંદગી કરી શકશે જ્યાં તેને વેક્સિન લગાવવી છે. તે માટે મોબાઇલ એપમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલા ૫૦ વર્ષથી વધુ ઉંમરના વાળાને રજીસ્ટર કરવાની મંજૂરી આપવાની વાત હતી પછી તેને ૬૦ વર્ષ કરી દીધા કારણ કે તેને વધુ જાેખમ છે. વેક્સિનેશન સર્ટિફિકેટ કોવીન અને ડિજિલોકર જેવા સરકારી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે.