ક્રિકેટરોને કારણે હોટેલ હયાતે પાઈલટનું લગ્નનું બુકિંગ કેન્સલ કર્યું; IPSએ લગ્ન કરાવડાવ્યા
અમદાવાદ, અમદાવાદના મોટેરા સ્ટેડીયમ ખાતે ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે ક્રિકેટ મેચ પૂર્વ બંને ટીમના ક્રિકેટરોને આશ્રમ રોડની હયાત હોટેલમાં ઉતારો અપાયો છે. હોટલના અમુક ચોકકસ ફલોર જીસીએ (GCA) દ્વારા બુક કર્યો છે. ક્રિકેટરો રોકાયા હોવાથી અહી સઘન બંદોબસ્ત ગોઠવાયો છે.
દરમ્યાન હોટેલમાં ર૧ ફેબ્રુઆરીએ ઈન્ડીગો ફલાઈટના પાઈલટ દંપનીના લગ્ન માટે હોટેલ બુક કરી હતી. બંને પરીવારે સોશીયલ ડીસ્ટન્સ સાથે હાજર રહેવા ર૦૦ મહેમાનોને આમંત્રણ આપી દીધું હતું. એક મહીના પહેલા હોટેલ હયાતમાં બુકીગ કરાવ્યું હતું. છતાં લગ્નના એક દિવસ પહેલાં હોટેલે જગ્યા આપવા ઠાગાઠૈયા કર્યા હતા. ક્રિકેટરો હોટેલમાં આવી જતા લગ્નના આગલા દિવસે એટલે કે ર૦ ફેબ્રુઆરીએ બુકીગ કેન્સલ કરવા અથવા સ્થળ બદલવા પોલીસે જણાવી દીધું હતું.
જેથી બંનેના પરીવારો સતત તણાવમાં આવી ગયા હતા. લગ્નગ્રંથીથી જાેડાનાર પતિ પત્ની ઈન્ડીગોમાં કેપ્ટન છે. અને લગ્નના આગલા દિવસે જ લગ્ન રદ કરવાની નોબત આવતા બંને પરિવારો દોડતા થઈ ગયા હતા. જાે કે કેપ્ટન હાર માન્યા વિના સેકટર-૧ ના જેસીપી રાજુ અસારીને મળીને તેમની વેદના ઠાલવી હતી.
જેના કારણે આઈપીએસ રાજુ અસારી પણ ભાવુક થઈ ગયા હતા. મધ્યમ પરીવારોમાંથી અસારી આવતાં હોવાથી તેમણે માનવતાના ધોરણે જીસીએને જાણ કરીને ક્રિકેટરોનો બંદોબસ્ત વધારીને અથાગ પ્રયત્નો કરીને હયાત હોટેલમાં લગ્ન કરાવવામાં મદદ કરી હતી. જેના કારણે પાયલટ યુવક અને યુવતીના પરીવારોમાં ફરી ખુશીનો માહોલ સર્જાયો હતો.
આખરે પાયલટ દંપતીના શાંતિથી લગ્ન થઈ જતાં આઈપીએસ રાજુ અસારીનો આભાર માન્યો હતો. હોટેલ હયાતમાં ક્રિકેટરો માટે બુકીગ થયું તે પહેલાં આ પરીવારે બુકિગ કરાવ્યું હતું, પરંતુ હોટેલ ક્રિકેટ એસોસીએશનને જાણ કરી નહી અને પરીવારને પણ ક્રિકેટરોના બુકીગની જાણ કરી નહતી. જેના કારણે લગ્નના અગાઉ દિવસે જ પાઈલટ દંપતી ટેન્શનમાં આવી ગયું હતું. હોટેલ હયાતે તાજ હોટેલ માટે પરીવારને ઓફર કરી.