હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસ માટે ફરી એકવાર અપશુકનિયાળ સાબિત થયો
પાટીદાર પ્રભુત્વવાળા ક્ષેત્રોમાં કોગ્રેસની ભૂંડી દશા
અમદાવાદ, કોંગ્રેસના કાર્યકરી પ્રમુખ હાદિર્ક પટેલ (Hardik Patel) કોગ્રેસ માટે ફરી એક વાર અપશુકનિયાળ સાબિત થયો છે. હાદિર્ક પટેલની કોગ્રેસમાં (Gujarat Congress) એન્ટ્રી બાદ કોગ્રેસને ફાયદો થવાને બદલે નુકશાન જ નુકશાન મળ્યું છે. હાદિર્ક પટેલે પણ મનપા ચુંટણીને લઈ કોગ્રેસ માટે ચુંટણી પ્રચાર (Election 2021) કર્યો હતો. પણ તેનો કોઈ જ જાદુ ચાલ્યો નથી. Hadik Patel once again proved to be ominous for the Gujarat Congress
અગાઉ આઠ વિધાનસભા બેઠકોની પેટા ચુંટણીઓથઈ ત્યારે પણ હાદિર્ક પટેલે કોગ્રેસનો ધુમ પ્રચાર કર્યો હતો. પણ કોગ્રેસમાં વોટ તબદીલ કરી શકયો ન હતો. પાટીદાર પ્રભુત્વ વાળા વિસ્તારોમાં કોગ્રેસની માઠી દશા બેઠી છે.. અમદાવાદમાં પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠકો પર કોગ્રેસને જાકારો મળ્યો છે.
સુરતમાં પણ કોગ્રેસ માટે ભુંડા પરીણામો આવ્યા છે. સુરતમાં પણ પાટીદારોના ગઢમાં કોગ્રેસને વધુ ખરાબ સ્થિતી થઈ છે. એકંદરે હાદિર્ક પટેલની કોગ્રેસમાં મોટા ઉપાડે સામેલ પણ કર્યાપણ તેની કોઈ અસર વર્તાઈ નથી. કોગ્રેસના જ સુત્રો કહે છે કે, હાદિર્કની સમાજમાં કોઈ આબરૂ રહી નથી. પાટીદારોને તેને જાકારો આપી દીધો છે,
આ સ્થિતીથી ગુજરાત કોગ્રેસના નેતાઓ પણ વાકેફ થઈ ગયા છે. અને ધીમે ધીમે કોગ્રેસમાંથી હાદિર્કને સાઈડ લાઈન કરવા માંડયા છે. કોગ્રેસે ચુંટણી ઢંઢેરો બહાર પાડયો તે સમયે પણ હાદિર્ક માટે મંચ પર ખુરશી ખાલી રાખી નહોતી. મનપાના પરીણામો બાદ ફરી હાદિર્ક પટેલ કોગ્રેસ માટે અપશુકનિયાળ સાબીત થયો હોવાનું કોગ્રેસના જ આગેવાનો જણાવી રહયાં છે.