Western Times News

Gujarati News

હિંમતસિંહ પટેલની જીદ કોંગ્રેસને ભારે પડી

અર્જુન મોઢવાડીયાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે બાપુનગર વોર્ડ માં જાહેર સભા ને સંબોધન કર્યું હતું તે સમયની તસવીર.

ર૦૧પમાં બાપુનગર વિધાન સભામાંથી વોર્ડમાં કોંગ્રેસને ૧૦ કોર્પોરેટર મળ્યા હતા. આ લોકોની મહેનતના પરિણામે જ ર૦૧૭ની ચૂૃટણીમાં કોંગ્રેસના હિંમતસિંહ પટેલ ધારાસભ્ય તરીકે ચૂૃંટાયા હતા.

(દેવેન્દ્ર શાહ દ્વારા)  અમદાવાદ, ર૦૧પની ચૂંટણીમાં બાપુનગર વિધાન સભામાં બાપુનગર, સરસપુર અને ઈન્ડીયા કોલોની વોર્ડમાં કોંગ્રેસનો દબદબો જાેવા મળ્યો હતો. તે સમયેે બાપનગર અને સરસપુર વોર્ડમાં કોંગ્રેસના ફાળે ત્રણ ત્રણ બેઠકો આવી હતી. જ્યારે ઈન્ડીયા કોલોની વોર્ડમાં પેનલની જીત થઈ હતી.

આમ, ર૦૧પમાં બાપુનગર વિધાન સભામાંથી વોર્ડમાં કોંગ્રેસને ૧૦ કોર્પોરેટર મળ્યા હતા. આ લોકોની મહેનતના પરિણામે જ ર૦૧૭ની ચૂૃટણીમાં કોંગ્રેસના હિંમતસિંહ પટેલ ધારાસભ્ય તરીકે ચૂૃંટાયા હતા. પરંતુ ચૂંટણી જીત્યા બાદ કોર્પોરેટરો સાથે ‘તમે કોણ?’ જેવા સંબંધ થઈ ગયા હતા. ધારાસભ્યપદેે ચૂંટાયા બાદ પણ હિંમતસિંહ પટેલની નજર મ્યુનિસિપલ વિપક્ષ નેતાની ખુરશી પર હતી.

આ પદ પર માનીતા ગોઠવાય છે. તેની ગોઠવણી કરવાની શરૂઆત થઈ હતી. જેના કારણે તત્કાલીન મ્યુનિસિપલ નેતા દિનેશ શર્મા સાથેના સબંધો વધુ ખરાબ થયા હતા. જેના કારણે ર૦૧પમાં ઈન્ડીયા કોલોની વોર્ડની પેનલને જીતાડનાર દિનેશ શર્માએ ચાંદખેડામાંથી લડવા નિર્ણય કર્યો હતો.

જ્યાં તેઓ પ૬૦૩ મતથી હારી ગયા છે. દિનેશ શર્માની હાર કોંગ્રેસની સાથે સાથે ભાજપ માટે પણ આંચકા સમાન છે. દિનેશ શર્માની હાર માટે તેમના સમર્થકો હિંમતસિંહ પટેલને દોષિત ઠેરવી રહ્યા છે. કોંગ્રેસે અગ્રીમ હરોળનો હિદીભાષી નેતા ગુમાવ્યો છે.

બાપુનગર વિધાન સભામાં હિંદીભાષી નેતાઓની કારકીર્દી ખતમ કરવાનું ષડયંત્ર વર્ષોથી ચાલી રહ્યુ છે. બાપુનગર વોર્ડમાં ભાજપમાંથી ચૂંટાયેલા પ્રકાશ ગુર્જર તેનુ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. પ્રકાશ ગુર્જર એક સમયે કોંગ્રેસ યુવા સંગઠનમાં મહત્ત્વના નેતા હતા. પરંતુ તેઓ આગળ ન વધે એ માટે સતત પ્રયત્ન થતાં રહ્યા હતા.

ના કારણે ર૦૧રની વિધાન સભા ચુંટણી સમયે તેઓ ભાજપમાં જાેડાયા હતા. અને ભાજપ ‘હાર’ની બેઠક જીતી ગયુ હતુ. ર૦ર૧ ની ચૂંટણીમાં બાપુનગર વોર્ડના ઉમેદવારોની પસંદગીમાં ધારાસભ્ય એ ‘મનમાની’ ચલાવી હતી. તેમના અંગત કહી શકાય એવા લોકોની પેનલ બનાવી હતી. તથા બે સીટીંગ ઉમેદવારોની બાદબાકી કરી હતી.

બાપુનગર બેઠક પર સુરેશ તોમરની પસંદગી વિવાદાસપદ બની હતી. એવી જ રીતે અન્ય એક મહિલા ઉમેદવારનેે કાર્યકરોએ સ્કાયલેબર ગણાવ્યા હતા. જે બાપુનગરમાં સુરેશ તોમર સહિત તમામ ઉમેદવારોની હાર થઈ છે જેમાં એક માત્ર સીટીંગ કોર્પોરેટર જે.ડી.પટેલનો પણ સમાવેશ થાય છે. નોંધનીય છે કે ર૦૦પ માં સુરેશ તોમરના માતા અને ર૦૧૦માં તેમના પત્ની પણ ચૂંટણી હારી ચુક્યા છે.

આમ, એક જ પરિવારમાંથી સતત ત્રણ ચૂૃંટણી હારવાનો રેકોર્ડ બન્યો છે. બાપુનગરના ધારાસભ્યએ પોતાની મનમાની ચલાવવા માટે કોંગ્રેસમાં સૌથી વધુ મતથી જીતેલી જયમીન શર્મા અને કોંગ્રેસના તેજાબી પ્રવકતા ડો.અમિત નાયકની અવગણના કરી હતી. તથા પ્રચારથી દૂર રાખ્યા હતા.

હિંમતસિંહ પટેલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. પરંતુ તેઓ એક પણ બેઠક જીતાડી શક્યા નથી. બાપુનગર જેવી જ પરિસ્થિતિ સરસપુર વોર્ડની છે. જ્યાં પણ ત્રણ સીટીંગ કોર્પોરેટરોની બાદબાકી કરી નવી પેનલની પસંદગી કરાવી હતી. જેના કારણે સરસપુરમાં પણ ભાજપની પેનલ જીતી ગઈ છે. આમ, ર૦૧પમાં બાપુનગર વિધાન સભા ત્રણ વોર્ડમાંથી દસ કોર્પોરેટરો જીત્યા હતા. ર૦ર૧ માં આ આંકડો ‘શૂન્ય’ થઈ ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.