ગુજરાતની 6 મનપામાં કોંગ્રેસ આત્મચિંતન કરવા લાયક પણ ન રહી
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂૃૃંટણીના જાહેર થયેલા પરિણામો બાદ ભાજપની જીત કરતા કોંગ્રેસની હાર વધુ ચર્ચાસ્પદ બની રહી છે. ચૂૃંટણી પરિણામો બાદ કોંગ્રેસ પાર્ટી આત્મચિંતન’ કરવા લાયક પણ રહી નથી.
કોંગ્રેસની હાર માટે પ્રદેશ અને શહેરમાં વર્ષોથી અડ્ડો જમાવીને બેઠેેલા નેતાઓ જેટલા જવાબદાર છે એટલા જ જવાબદાર શહેરના ધારાસભ્યો છે. ર૦૧પની ચૂંટણીમાં પાટીદાર આંદોલનનુૃ સમર્થન હોવા છતાં કોંગ્રેસની ગાડી ૪૮ બેઠક પર અટકી હતી. ર૦ર૧માં મોંઘવારી અને મ્યુનિસિપલ શાસકોની નિષ્ફળતા મુખ્ય મુદ્દા હતા.
જેને સકારાત્મક રીતે પ્રજા સમક્ષ લઈ જવામાં કોંગી નેતાગીરી નિષ્ફળ સાબિત થઈ છે. તેમજ ટીકીટ વહેચણીમાં પણ ઉચ્ચ નેતાઓ અને ધારાસભ્યોની મનમાની ચાલી હતી. જેના માઠા પરીણામ ર૩ મી ફબ્રુઆરીએ જાેવા મળ્યા છે.
કોંગ્રેસ છેલ્લા બે દાયકાથી એક જ પેટર્ન મુજબ ચૂૃૃંટણી લડી રહી છે. અને હારી રહી છે. નેતાઓ સ્વયંને ભગવાન માની બેઠા છે. જ્યારે કાર્યકરોની મહેનતથી ધારાસભ્ય બનેલા મહાનુભાવો કાર્યકરોની જ અવગણના કરી રહ્યા છે. તદુપરાંત ર૦રરમાં તેમની સામે બીજાેે કોઈ હરીફ ઉભો ન થાય એની ખાસ તકેદારી રાખી રહ્યા છે.
જેના કારણે મ્યુનિસિપલ ચૂૃટણીમાં ર૦ કરતા વધુ બેઠકો કોંગ્રેસે ગુમાવી છે. જેમાં કોંગ્રેસના ગઢ ‘જમાલપુર’નો પણ સમાવેશ થાય છે. કોંંગ્રેસના ચારેય ધારાસભ્યોએ ટીકીટ વહેચણીમાં પોતાની મરજી ચલાવી હતી. જેના કારણે તેઓ મતદારો અને કાર્યકરો સામે ખુલ્લા પડી ગયા હતા. મતદારો અને કાર્યકરોનો આક્રોશ ‘મતપેટી’માં જાેવા મળ્યો છે.
કોંગ્રેસના કાર્યકરોનુૃ માનીએ તો બેઠકો ઓછી કરવામાં સૌથી વધુ ફાળો હિંમતસિંહ પટેલનો છે. જ્યારેબીજા નંબરે ઈમરાન ખેડાવાલાનો આવે છે. જાે કે ખેડાવાલા સાથે પણ રમત થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે.