ઓરાણ ગામે આઠ લિટર દેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો
(પ્રતિનિધિ) પ્રાંતિજ, સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકા ના ઓરાણ ગામેથી પ્રાંતિજ પોલીસે આઠ લિટર દારૂ સાથે એક ઇસમ ને ઝડપી પાડયો હતો અને તેની વિરૂધ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી .
પ્રાંતિજ પોલીસ પ્રાંતિજ ના ઓરાણ ગામ બાજુ પેટ્રોલિંગ માં હતી તે દરમ્યાન ઓરાણ ગામમાં પ્રવેશ કરતા ખાનગી રાહે બાતમી મળી હતી કે ઓરાણ ખાતે આવેલ ધર ની આગળ ખુલ્લી જગ્યામા એક ઇસમ દ્વારા દેશી દારૂ નું વેચાણ થતું હોવાની બાતમી મળતા પ્રાંતિજ પોલીસ દ્વારા ઓરાણ ગામે બાતમી મળેલ જગ્યાએ જઇને તપાસ કરતાં ઓરાણ ગામમાં રહેતા દિલીપભાઈ રેવાભાઇ વાધેલા રહે. .ઓરાણ , તા.પ્રાંતિજ જી .સાબરકાંઠા દ્રારા પોતાના ધરની આગળ ખુલ્લી જગ્યા મા નીચે બેસીને દેશી દારૂ નું વેચાણ કરતા હતા.
તેમણી પાસે થી પ્લાસ્ટિક ના કેનમાં વગર પાસ પરમીટ વગર દેશી દારૂ આઠ લિટર જેની કિંમત રૂપિયા-૧૬૦ જે વેચાણ કરવા માટે બેઠેલ હોય પોલીસ રેઇડ દરમ્યાન મળી આવતા પ્રાંતિજ પોલીસે આઇપીસી કલમ-૬૫ એ-એ મુજબ ગુનોનોધી અટકાયત કરી તેની સામે કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી.*