માત્ર ત્રણ રૂપિયામાં ૭૦ કિલોમીટર ચાલે તેવી ભારતની સૌ પ્રથમ પ્રીમિયમ ઈ- સાયકલ
અમદાવાદના યંગ એન્ટ્રેપ્રિન્યોર સ્ટુડન્ટ ‘ ધિરલ મિસ્ત્રી ‘ દ્વારા બનાવામાં આવી – તા. ૨૮ ફેબ્રુઆરી, રવિવાર ના રોજ ‘શોટ’ – સિન્ધુભવન ખાતે પબ્લિક માટે મુકવામાં આવશે
અમદાવાદ, સમય જેમ જેમ આગળ વધતો જાય છે ત્યારે યંગસ્ટર હોય કે વૃદ્ધ દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યને લઈને તકેદારી રાખતા થયા છે અને આજકાલ પોતાના વ્યાયમ સાથે સાયકલિંગને પણ ખુબજ મહત્વ આપવામાં આવે છે. અને દરેક શહેરીજનો પોતાના સમય મુજબ સાયકલિંગ કરતા જોવા મળે છે. Forst Launch First E Premium Cycle in Gujarat
સાયકલિંગ વધારે સરળ બને અને સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે તે માટે અમદવાદના યંગ એન્ટ્રેપ્રિન્યોર ધિરલ મિસ્ત્રી દ્વારા એક અદ્યતન પ્રીમિયમ ઈ-સાયકલ બનાવામાં આવી છે જે ગુજરાતમાં સૌ પ્રથમ વાર તા. ૨૮. ફેબ્રુઆરી ,રવિવાર ના રોજ રજુ કરવામાં આવી રહી છે.
પોતાના ડ્રીમ પ્રોજેક્ટ વિશે વાત કરતા ધિરલ મિસ્ત્રી, ફાઉન્ડર અને ડાયરેક્ટર,ઓએસિસ ઓટોનિક એ જણાવ્યું હતું કે, એક એન્જિનિયર સ્ટુડન્ટ તરીકે મને હમેશા કઈંક નવું યુનિક બનાવવાની ધગસ હતી, પરંતુ વધતી જતી મોંઘવારી અને ઘરની તમામ જવાબદારીઓના કારણે પૂરતું ફંડ ના હોવાથી હું બહુ મોટા પ્રોજેક્ટ પર વધારે વિચાર કરતો ન હતો.
એન્જિનિયરીંગ પૂરું કર્યા બાદ ૨ વર્ષ સતત નોકરી કર્યા પછી લોકોની માંગ ને જોતા મેં ડિજિટલ સાયકલ બનાવાનો નિર્ણય કર્યો. જે દરમિયાન મેં સતત પબ્લિક માં પણ સર્વે કર્યો અને લોકોની માંગ અને મારી આવડતને જોડી આજે ગુજરાતની સૌ પ્રથમ સાયકલ રજુ કરવા જઈ રહ્યો છું.
આ સાયકલ ઇલેક્ટ્રોનિક ચાર્જિંગ દ્વારા ચાલે છે અને આ સાથે એમાં ડિજિટલ સ્માર્ટ ડિસ્પ્લે વિવિધ ફંકશન સાથે પણ મુકેલ છે. જેમાં ડિજિટલ ડિસ્પ્લેમાં પાસવર્ડ સેફટી, જીપીએસ નેવિગેશન, જીપીએસ ટ્રેકર મુકવામાં આવેલ છે. સાયકલ વધુમાં વધુ ૨૫ ની સ્પીડ ઉપર ચાલે છે.
આ સાથે આમાં ડિજિટલ ગિયર મુકવામાં આવ્યા છે, જો ચાલુ ડ્રાઇવિંગ આપણી બેટરી લો થઈ જાય તો માત્ર ૨ પેડલ દ્વારા આપ ૫૦૦ મીટર થી વધારે આગળ જઈ શકો છો. અને આપ બાઈકની જેમ પણ ચલાવી શકશો ૩૬ વોલ્ટ ની ૧૨.૫ લિથિયમ રિચાર્જબલ બેટરી મૂકેલ છે.
આ સાથે આ સાયકલ ખુબજ ફાસ્ટ (૨૫ કીલોમીટર સ્પીડ પર) ચાલશે અને લોકોની ફિટનેસનું પણ ધ્યાન રાખશે, જેના દ્વારા દરેક યુઝર્સની રૂટિંગ કરતા પણ કોસ્ટ ઓછી થશે જે માત્ર ત્રણ રૂપિયા માં ૭૦ કિલોમીટર થી વધારે ચાલશે. આ સાથે આ પ્રોડક્ટમાં કુદરતી સૌંદર્યનું પણ વિશેષ ધ્યાન રાખ્યું છે અને આ પ્રોડક્ટને નેચર ફ્રેન્ડલી બનાવામાં આવી છે. આ સાયકલ માં ખુબજ વેરાયટી ઓફ ડિઝાઇન પણ બનાવામાં આવી છે.