Western Times News

Gujarati News

ભારતમાં 60થી વધારે રિસોર્ટ્સ સાથે ક્લબ મહિન્દ્રાની 200થી વધારે હોલિડે ઓફર

ક્લબ મહિન્દ્રાએ સ્થાનિક પ્રવાસને પ્રોત્સાહન આપવા લીડરશિપ અભિયાન ‘વી કવર ઇન્ડિયા, યુ ડિસ્કવર ઇન્ડિયા’ શરૂ કર્યું

મુંબઈ, મહિન્દ્રા હોલિડેઝ એન્ડ રિસોર્ટ્સ ઇન્ડિયા લિમિટેડની ફ્લેગશિપ બ્રાન્ડ ક્લબ મહિન્દ્રાએ તાજેતરમાં નવું 360* અભિયાન – વી કવર ઇન્ડિયા, યુ ડિસ્કવર ઇન્ડિયા શરૂ કર્યું છે. આ અભિયાન લોકોને અતુલનીય ભારતની અત્યાર સુધી ન જોયેલી સુંદરતાને માણવા લોકોને પ્રેરિત કરવા વિશિષ્ટ રીતે ડિઝાઇન કર્યું છે – જેમાં પર્વતમાળાઓ, વન્યજીવથી લઈને દરિયાકિનારા સુધીના પ્રવાસન સ્થળો સામેલ છે. દરેક પ્રવાસી માટે આ પ્રવાસના સ્થળો કશું ઓફર કરે છે. Club Mahindra launches ‘We Cover India. You Discover India’ – a leadership campaign to boost domestic travel

પર્વતમાળાઓ, રણ, દરિયાકિનારાઓ અને બેક વોટર્સમાં રિસોર્ટ્સ સાથે ક્લબ મહિન્દ્રા સમગ્ર ભારતમાં કાર્યરત છે. આ અભિયાન ભારતમાં ઉપલબ્ધ રોમાંચક અનુભવો વિશે જાણકારી આપવા અને તમારે વિદેશમાં પ્રવાસ કરવાની જરૂર કેમ નથી એના વિશે માહિતી આપે છે.

રોગચાળાને કારણે વિવિધ દેશોમાં પ્રવાસ પર વિવિધ પ્રકારના નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ હજુ પણ મર્યાદિત સંખ્યામાં ઉડાન ભરે છે એટલે સ્થાનિક લેઇઝર ટ્રાવેલ, ખાસ કરીને ડ્રાઇવ કરી શકાય એવા સ્થળોમાં પ્રવાસની માગ જળવાઈ રહેશે. ભારતમાં વિવિધ પ્રવાસન સ્થળોમાં 60થી વધારે રિસોર્ટ્સ સાથે ક્લબ મહિન્દ્રા 200થી વધારે વિશિષ્ટ હોલિડે અનુભવો ઓફર કરે છે, જે વ્યક્તિને ભારતનો સંપૂર્ણ અનુભવ લેવા સક્ષમ બનાવે છે.

આ અભિયાન પર મહિન્દ્રા હોલિડેઝ એન્ડ રિસોર્ટ્સ ઇન્ડિયા લિમિટેડના ચીફ માર્કેટિંગ ઓફિસર શ્રી પ્રતીક મઝુમદારે કહ્યું હતું કે, “આ અભિયાન શરૂ કરવાની સાથે અમારો ઉદ્દેશ લોકોને વિશિષ્ટ ઓફરનો અનુભવ લેવા પ્રેરિત કરવાનો છે, જે ભારત પ્રવાસીઓને ઓફર કરે છે.

ક્લબ મહિન્દ્રાની વિશિષ્ટ સુવિધાઓ પ્રવાસીઓને અભૂતપૂર્વ રીતે ભારતને માણવાની તક આપે છે. ક્લબ મહિન્દ્રામાં અમે અમારા મહેમાનોના હોલિડેના અનુભવને નવેસરથી પરિભાષિત કર્યો છે. 2000થી વધારે વિશિષ્ટ અનુભવો આપતા વિવિધ સ્થાનોમાં 60થી વધારે રિસોર્ટ સાથે અમે લોકોને ક્લબ મહિન્દ્રા દ્વારા ભારતને જોવા, જાણવા અને માણવાની તક પ્રદાન કરીએ છીએ.”

અભિયાન ટીવી, પ્રિન્ટ અને ડિજિટલ એમ તમામ માધ્યમોમાં શરૂ થયું છે, જે દેશમાં ઉપલબ્ધ વિશિષ્ટ પ્રવાસન સ્થળોના અનુભવો વિશે જાણકારી આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.