Western Times News

Gujarati News

આજે અમદાવાદનો ૬૧૦મો સ્થાપના દિવસ

જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા

અમદાવાદ: આજે અમદાવાદનો ૬૧૦મો સ્થાપના દિવસ છે. ઇતિહાસનાં પાનાંઓમાં અમદાવાદના સ્થાપક તરીકે સુલતાન અહમદ શાહનું નામ છે અને દર ૨૬ ફેબ્રુઆરીએ અમદાવાદનો સ્થાપના દિવસ ઊજવાય છે.

આજે ૨૬૦૦થી વધુ હેરિટેજ સ્ટ્રક્ચર્સ તેમજ ૧૨,૦૦૦થી વધુ હેરિટેજ કક્ષાનાં પ્રાઇવેટ ઘરો, મહાત્મા ગાંધીનાં સ્મારકો અને ૬૦૦ જેટલી પોળ-શેરીઓને કારણે અમદાવાદ ભારતનું પહેલું વર્લ્‌ડ હેરિટેજ શહેર બન્યું છે. અમદાવાદના સ્થાપક તરીકે સુલતાન અહમદ શાહનું નામ છે. મુગલ સુલતાને જે અહમદાબાદ વસાવ્યું એ હકીકતમાં આશાવલના નામે જાણીતું હતું. અહીં આશા ભીલનું શાસન હતું. સુલતાન અહમદ શાહને સાંભળવા મળ્યું હતું કે આશા ભીલની દીકરી તેજા ખૂબ સુંદર છે.

એ દીકરીને પામવા માટે અહમદ શાહ પાટણથી આશાવલ આવ્યો અને નજરાણામાં આશા ભીલ પાસે બહુ મોટી રકમ માગી. આશા ભીલે એટલી રકમ ચૂકવવામાં અસમર્થતા જાહેર કરતાં તેણે શરત મૂકી કે કાં તો તારે મારી સાથે યુદ્ધ કરવું પડશે

કાં તારી દીકરી મને પરણાવવી પડશે. શરૂઆતમાં તો આશા ભીલે આ શરતનો વિરોધ કર્યો. તેની પત્નીએ સુલતાન સાથે દુશ્મની વહોરી લેવાને બદલે દીકરી આપીને સંબંધ જાેડી લેવાની સલાહ આપી. બસ, એ પછીથી તેણે આશાવલમાં જ રહેવાનું નક્કી કરી લીધું.

લોકવાયકા પ્રમાણે ૧૪૧૧માં ૨૬ ફેબ્રુઆરીએ અહમદ શાહે પાટણ છોડીને સાબરમતી નદીના કિનારે ગુજરાતનું નવું પાટનગર વસાવવા માટે પોતાના મહેલનો પાયો મૂક્યો હતો.

એક દિવસ અહમદ શાહ તેના કાફલા અને શિકારી કૂતરાની સાથે સાબરમતી નદી પાસેનાં ગાઢ જંગલોમાં શિકાર માટે ફરી રહ્યા હતા ત્યારે અચાનક ઝાડીમાંથી એક સસલું કૂદી નીકળ્યું અને સુલતાનના શિકારી કૂતરા સામું થઈ ગયું. એક સસલાની આ હિંમત જાેઈને અહમદ શાહ ચકિત થઈ ગયા અને તેને લાગ્યું કે આ જગ્યામાં જ કંઈક રહસ્ય છે અને તેણે સાબરમતી નદીની નજીકમાં જ પોતાનો મહેલ બનાવીને એની આસપાસ શહેર વસાવ્યું. નવા શહેરના નિર્માણ માટે સૌપ્રથમ બાદશાહે શહેરની ફરતે કિલ્લો ચણવાનો આદેશ આપ્યો.

દિવસ દરમિયાન અથાક મહનતે ગોઠવાતી ઇંટો અને ચણાતી દિવાલો રાત પડતા ક્કડભૂસ થઇ જતી હતી એમ કહેવાતુ હતું કે, જ્યારે દિવસના સમયે માણેકનાથજી સાદડી ગૂંથતા ત્યારે ત્યારે કિલ્લાની દિવાલ ઉભી થતી અને જ્યારે દોરો ખેંચી લેતા ત્યારે દિવાલ ઢળી પડતી હતી.

આ ઘટનાની જાણ બાદશાહને થતા બાદશાહે સરખેજના એક સૂફી સંતની સલાહ માંગી સંતે પણ બાદશાહને ગુરુ માણેકનાથજીના આશીર્વાદની અનિવાર્યતાનું સૂચન આપ્યું હતું.

બાદશાહે આદરભાવ સાથે માણેકનાથજીના આશીર્વાદ લેવા માટે પહોચ્યા અને પોતાની સમસ્યા કહી હતી. માણેકનાથજીએ બાદશાહને સલાહ આપી હતી. અને કહ્યું કે ‘તમારો હેતુ યોગ્ય છે અને તમે શહેરનું સંચાલન કરવા સક્ષમ પણ છો’

પરંતુ ભૂમિપૂજનનું સ્થળ અને સમય યોગ્ય ન હોવાને કારણે આ શહેર ક્યારેય પ્રગતિ કે સમૃદ્ધિ સાધી શકશે નહિ. આમ, માણેકનાથજીના સૂચન મુજબ મોહમ્મદ ખટુંએ શહેરના નકશાનું ફરી એકવાર નિર્માણ કર્યું હતું. અને નવે સરથી કિલ્લાની દિવાલ ચણવાની શરૂઆત કરી હતી.

જે સ્થળે કિલ્લાની દિવાલ ચણવાની શરૂઆત કરવામાં આવી તે સ્થળને દરદર્શી સંત માણેકનાથજીની બિરદાવલી તરીકે ‘માણેક બુરજ’ નામ આપવામાં આવ્યું હતું. જે વિસ્તારમાં માણેકનાથજી રહેતા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.