શુભમન ગિલના કેચના ર્નિણય ઉપર ઈંગ્લેન્ડની ટીમ નારાજ
ભારતીય દાવની બીજી ઓવરમાં ફિલ્ડ અમ્પાયર અનિલ ચૌધરીએ ગિલને સોફ્ટ સિગ્નલ અંતર્ગત આઉટ આપ્યો
અમદાવાદ, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મોટેરામાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ટીવી અમ્પાયરો ફરી વિવાદમાં છે. આ પહેલા ચેન્નઈમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પણ ટીવી અમ્પાયરના ઘણા ર્નિણયો પર વિવાદ થયો હતો. ભારતીય ઈનિંગ્સની બીજી ઓવરમાં ફિલ્ડ અમ્પાયર અનિલ ચૌધરીએ શુભમન ગિલને સોફ્ટ સિગ્નલ અંતર્ગત આઉટ આપ્યો,
પરંતુ ટીવી અમ્પાયરે રિપ્લે જાેયા બાદ ફીલ્ડ અમ્પાયરના ર્નિણયને બદલી નાખ્યો. જાેકે ટીવી અમ્પાયરે શમ્સુદ્દીને એક જ ફ્રેમ જાેઈને પોતાનો ર્નિણય આપી દીધો. પરંતુ સોફ્ટ સિગ્નલ નિયમ અનુસાર ફીલ્ડ અમ્પાયરના ર્નિણયને બદલવા માટે ચોક્કસ પૂરાવા હોવા જાેઈએ. ટીવી અમ્પાયરના ર્નિણય બાદ ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન જાે રૂટ સહિત તમામ ખેલાડીઓએ નારાજગી વ્યક્ત કરી.
ભારતીય ઈનિંગ્સની બીજી ઓવરમાં બ્રોડની ચોથી ઓવરમાં ગિલનો કેચ સ્લિપમાં સ્ટોક્સે પકડ્યો. અમ્પાયરોએ તેને આઉટ આપ્યો. પરંતુ સ્ટોક્સે કેચ પકડ્યો છે કે નહીં તે વિશે અમ્પાયરો સુનિશ્ચિત નહોતા. એવામાં ફીલ્ડ અમ્પાયરે અંતિમ ર્નિણય માટે ટીવી અમ્પાયરની મદદ લીધી.
ટીવી રિપ્લેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે સ્ટોક્સે જ્યારે કેચ પકડ્યો ત્યારે તેના હાથ બોલની નીચે નહોતા. પરંતુ નિયમ અનુસાર ટીવી અમ્પાયરે અલગ-અલગ એંગલથી તેને જાેવો જાેઈતો હતો. આ પહેલા ૨૦૦૧માં ઓસ્ટ્રેલિયાના માઈકલ સ્લેટરે પણ રાહુલ દ્રવિડના કેચને લઈને ટીવી અમ્પાયરના ર્નિણય પર નારાજગી વ્યક્ત કરી હતી.
એક રિપોર્ટ મુજબ, ઈંગ્લેન્ડની ટીમના પ્રવક્તાએ કહ્યું, ટીમના કેપ્ટન અને મુખ્ય કોચે મેચ રેફરીને વાત કરી છે. કેપ્ટન અને મુખ્ય અમ્પાયરો સામે આવનારા પડકારોને સ્વીકાર્યો. તેમણે મેચ રેફરીને કહ્યું કે, ત્રીજા અમ્પાયરના ર્નિણયમા એક રૂપતા હોવી જાેઈએ. મેચ રેફરીએ કહ્યું કે કેપ્ટને અમ્પાયરોને યોગ્ય સવાલ પૂછ્યા હતા.
મેચ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા પૂર્વ ભારતીય કેપ્ટન સુનિલ ગાવસ્કરે કહ્યું કે, તેમની પાસે યોગ્ય પૂરાવા નથી કે તેમણે કેચ યોગ્ય રીતે પકડ્યો છે. જાે કોઈને ચર્ચા કરવી હોય તો પછીથી આવીને મને મળી શકે છે. જાેકે પૂર્વ ખેલાડી સંજય માંજરેકરે ટીવી અમ્પાયરના જલ્દી ર્નિણય પર સવાલ ઉઠાવ્યો.
તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે ટીવી અમ્પાયરે ર્નિણય આપવામાં ઉતાવળ દર્શાવી. જાેકે ર્નિણય સાચો હતો. પરંતુ ખેલાડીઓની જેમ ડીઆરએસ માટે સમય મર્યાદા હોય છે, અમ્પાયર માટે સમય મહત્વનો નથી. તેમણે સમય લેવો જાેઈતો હતો.