Western Times News

Gujarati News

અમેરિકાની ફાર્મા કંપનીએ એક ડોઝની કોરોના રસી બનાવી

એફડીએના સલાહકાર શુક્રવારે ચર્ચા કરશે, જેના આધારે તેના ઉપયોગ માટે આગામી દિવસોમાં મંજૂરી મળી શકે

વોશિંગ્ટન,  દુનિયાભરમાં કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે. ભારતના કેટલાક રાજ્યોમાં બીજી લહેર જાેવા મળી રહી છે. કોરોના સામે લડવા માટે વિશ્વમાં અનેક કોરોના વેક્સિન તૈયાર કરાઇ છે. જેમાં મોટાભાગની વેક્સિનના બે ડોઝ જરૂરી છે. પરંતુ હવે એક એવી વેક્સિન સામે આવી છે, જેના બે ડોઝની જરૂર નથી. તેનું એક જ ડોઝ પૂરતું હશે. Johnson & Johnson’s one-shot Covid-19 vaccine effective, safe: FDA staff

જાેનસન એન્ડ જાેનસન નામની કંપનીએ વેક્સિન બનાવી છે. આ કંપનીએ દાવો કર્યો છે કે, એક ડોઝ જ કોરોના વાયરસથી બચવા માટે પૂરતું છે. એફડીએના સલાહકાર શુક્રવારે ચર્ચા કરશે, જેના આધારે તેના ઉપયોગ માટે આગામી દિવસોમાં મંજૂરી મળી શકે છે. સાથે જ એફડીએના વૈજ્ઞાનિકોનું માનીએ તો, આ રસી કોરોના વાયરસ રોકવા માટે ૬૬ ટકા ક્ષમતા રાખે છે. જાેનસન એન્ડ જાેનસનની આ રસીનો એક જ ડોઝ લેવો જરૂરી હશે અને તે ઉપયોગ માટે સુરક્ષિત છે.

શુક્રવારે એફડીએના સ્વતંત્ર સલાહકાર આ અંગે ચર્ચા કરશે કે આ રસીને મંજૂરી આપવા માટે પૂરતાં પુરાવા છે. જે બાદ એફડીએ દ્વારા અંતિમ ર્નિણય કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં અત્યાર સુધી લગભગ ૪.૪૫ કરોડ લોકોને કોરોના વેક્સિનનો એક ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે બે કરોડ લોકોને બે ડોઝ મળ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.