ભારતની સિદ્ધિ: ચંદ્રયાન-૨ અંતે સફળ રીતે ચંદ્રની કક્ષામાં
ચંદ્રના ત્રણ લાખ ૮૪ હજાર કિલોમીટરના સફર ઉપર નિકળેલા ચંદ્રયાન-૨ હવે મિશનથી માત્ર ૧૮૦૦૦ કિલોમીટરના અંતરે: સાતમીએ નવો ઇતિહાસ
હૈદરાબાદ, શ્રીહરિકોટાથી લોન્ચિંગના ૨૯ દિવસ બાદ ચન્દ્રયાન-૨ આજે સવારે ૯.૩૦ વાગે ચન્દ્રની કક્ષામાં પ્રવેશ કરી જતા ખુશીનુ મોજુ ફરી વળ્યુ હતુ. આની સાથે જ ભારતે અંતરિક્ષમાં વધુ એક મોટી સિદ્ધી હાંસલ કરી લીધી હતી. હવે સાતમી સપ્ટેમ્બરના દિવસે ચન્દ્રયાન-૨ ચન્દ્ર પર ઐતિહાસિક હાજરી પુરવાર કરનાર છે. તમામ બાબતો યોજના મુજબ આગળ વધશે તો ૭મી સપ્ટેમ્બર ૨૦૧૯ના દિવસે રાત્રે ૧.૫૫ વાગે ભારતીય અંતરિક્ષ ઇતિહાસની સૌથી મોટી તારીખ રહેશે. એ દિવસે ચંદ્રયાન-૨ ચંદ્ર ઉપર રહેશે. આજે શ્રીહરિકોટાથી લોન્ચિંગના ૨૯ દિવસ બાદ ચંદ્રયાને પ્રવાસના સૌથી મુશ્કેલ તબક્કાને પાર કરીને ઇતિહાસ સર્જ્યો હતો. ચંદ્રના ૩ લાખ ૮૪ હજાર કિલોમીટરની યાત્રા ઉપર નિકળેલા ચંદ્રયાન હવે પોતાના મિશનથી માત્ર ૧૮૦૦૦ કિલોમીટરના અંતરે છે.
ચંદ્રયાન સીધીરીતે ચંદ્ર તરફ ગયું નથી પરંતુ પૃથ્વી અને ચંદ્રની કક્ષાઓમાં ચક્કર લગાવીને આગળ વધી રહ્યું છે. આગામી સપ્તાહ ખુબ જ પડકારરુપ રહેનાર છે. ચંદ્રયાનની સફળતાના સંદર્ભમાં આજે ઇસરો દ્વારા માહિતી આપવામાં આવી હતી. ચંદ્રયાન-૨ને ચંદ્ર પર સ્થાપિત કરવા માટે સેટેલાઇટને એક નિશ્ચિત ગતિથી ચંદ્રની સપાટીમાં પ્રવેશ કરવાની બાબત મુશ્કેલરુપ હતી. જો તેની ગતિ વધારે રહી હોત તો તે ચંદ્ર કક્ષાથી બહાર નિકળીને અંતરિક્ષમાં ખોવાઈ જવાનો ખતરો હતો. જા ગતિ ધીમી રહી હોત તો ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળ ચંદ્રયાન-૨ને પોતાની તરફ ખેંચી શક્યું હોત પરંતુ ચંદ્રયાન-૨ દ્વારા ખુબ જ સફળતારીતે ચંદ્રની કક્ષામાં એન્ટ્રી કરી દીધી છે. હવે ૨૦ ઓગસ્ટથી પહેલી સપ્ટેમ્બર વચ્ચે ચંદ્રની ચાર અન્ય કક્ષાઓથી ચંદ્રયાન પસાર થશે. ચંદ્રયાનના સંદર્ભમાં ઇસરોના પ્રમુખે આજે તમામ માહિતી આપી હતી. ઇસરોના પ્રમુખ સિવાને કહ્યું હતું કે, આવતીકાલે બપોરે એક વાગે પ્રથમ કક્ષાને પાર કરશે. ત્યારબાદ ૨૮, ૩૦ ઓગસ્ટ અને ત્યારબાદ પહેલી સપ્ટેમ્બરે અન્ય કક્ષાઓને પાર કરશે એ વખતે ચંદ્રથી તેનું અંતર ૧૮૦૦૦ કિલોમીટરથી ઘટીને ૧૦૦ કિલોમીટર રહી જશે.
ભારતીય અંતરિક્ષ સંસ્થા ઇસરોના કહેવા મુજબ ચન્દ્રયાન-૨ પર લાગુ કરવામાં આવેલી બે મોટરને સક્રિય કરવાથી આ સ્પેસક્રાફ્ટ ચન્દ્રની સપાટી પર પ્રવેશ કરી જતા હવે વૈજ્ઞાનિક ભારે ઉત્સાહિત છે. ચન્દ્રયાન-૨ ચન્દ્રની સપાટીમાં પ્રવેશ કરવાની સાથે જ કઠોર પરીક્ષામાંથી પસાર થનાર છે. ચન્દ્રની કક્ષામાં પ્રવેશ કરવાની સાથે સ્પેસ ક્રાફ્ટની સ્પીડ ધીમી કરવા માટે ઓનબોર્ડ પ્રોપલ્શન સિસ્ટમને ફાયર કરવામા ંઆવનાર છે. જેથી સ્પેસક્રાફ્ટ ચનવ્દ્રના ગુરૂત્વાકર્ષણ પ્રભાવમાં આવી શકશે. તેમણે કહ્યુ હતુ કે ચન્દ્રયાન -૨ના ચન્દ્રની સપાટીમાં પ્રવેશ કરવામાં આવ્યા બાદ ઇસરો કક્ષાની અંદર સ્પેસક્રાફ્ટની દિશામાં પાંચ વખત પરિવર્તન કરશે. ૨૦, ૨૧, ૨૮, ૩૦ ઓગષ્ટ અને પહેલી સપ્ટેમ્બરના દિવસે પરિવર્તન કરવામાં આવનાર છે. ચન્દ્રયાન-૨ ખુબ મુશ્કેલ તબક્કામાંથી નિકવી જતા હવે રાહત થઇ છે. ત્યારબાદ ચન્દ્રના ધ્રુની ઉપરતી પસાર થઇને સૌથી પહેલા આશરે ૧૦૦ કિલોમીટરના અંતરના સૌથી અંતિમ કક્ષામાં પ્રવેશ કરી જશે.
ત્યારબાદ વિક્રમ લેન્ડરને બીજી સપ્ટેમ્બરના દિવસે ચન્દ્રયાન-૨તી અલગ કરીને ચન્દ્રની સપાટી પર ઉતારી દેવામાં આવનાર છે. ચન્દ્રયાન-૨ સાતમી સપ્ટેમ્બરના દિવસે ચન્દ્રની સપાટી પર ઉતરે તેવી શક્યતા છે. ભારતીય સ્પેસ એજન્સી ઇસરોએ ૨૨મી જુલાઇના દિવસે ચંદ્રયાન-૨ની સફળ લોન્ચિંગની સાથે જ એક નવો ઇતિહાસ રચી દીધો હતો. ચંદ્રયાન-૨ શ્રીહરિકોટાના લોંચ સ્થળથી ચંદ્ર સુધીની ત્રણ લાખ ૮૪ હજાર કિલોમીટરની યાત્રા ઉપર નિકળી ગયા બાદ ભારતની સાથે સાથે વિશ્વભરમાં ઇસરોએ પોતાનો ડંકો વધાર્યો હતો. આજે ચન્દ્રયાન-૨ ચન્દ્રની કક્ષામાં પ્રવેશ કરવાની સાથે જ ૧૩૦ કરોડ ભારતીયો લોંચની સાથે જ ગર્વથી અને ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. અગાઉ ૨૨મી જુલાઇના દિવસે લોંચ બાદ ચંદ્રયાન માત્ર ૧૬ મિનિટ બાદ જ પૃથ્વીની સપાટીમાં સ્થાપિત થઇ ગયું હતું. ચંદ્રયાન-૨ને ભારતના રોકેટ જીએસએલવી માર્ક-૩થી લોંચ કરવામાં સફળતા મળી હતી. લોન્ચિંગ બાદ ચંદ્રયાન પૃથ્વીની સપાટીમાં પહોંચી ગયું હતું. જમીનથી ચંદ્રમા વચ્ચે સપાટી આશરે ૩ લાખ ૮૪ હજાર કિલોમીટરની છે.
લોન્ચિંગ બાદ ચંદ્ર માટે લાંબી યાત્રા શરૂ થઇ હતી. ચંદ્રયાન-૨માં રહેલા લેન્ડર-વિક્રમ અને રોવર-પ્રજ્ઞાન ચંદ્ર સુધી જશે. ચંદ્રની સપાટી ઉપર ઉતરી ગયાના ચાર દિવસ પહેલા વિક્રમ ઉતરનાર જગ્યા પર પહેલા ચકાસણી કરશે. લેન્ડર યાનથી ડીબુસ્ટ થશે. વિક્રમ સપાટીની નજીક પહોંચશે. ઉતરનારની જગ્યાને સ્કેન કરવાની શરૂઆત કરશે. આ પ્રક્રિયા સફળરીતે પૂર્ણ થયા બાદ લેન્ડિંગની પ્રક્રિયા શરૂ થશે. લેન્ડિંગ બાદ લેન્ડર વિક્રમના દરવાજા ખુલી જશે અને રોવર (પ્રજ્ઞાન)ને છોડી દેવામાં આવશે. રોવરને બહાર નિકળવામાં આશરે ચાર કલાકનો સમય લાગશે. ત્યારબાદ વૈજ્ઞાનિક પરીક્ષણ માટે ચંદ્રની સપાટી ઉપર નિકળી જશે. આના ૧૫ મિનિટની અંદરથી જ ઇસરો લેન્ડિંગના ફોટાઓ મળવાની શરૂઆત થશે. ચંદ્રયાન-૨માં કુલ ૧૩ પેલોડ છે. આઠ ઓર્બિટરમાં ત્રણ પેલોડ લેન્ડર વિક્રમ અને બે પેલોડ રોવર પ્રજ્ઞાન છે. પાંચ પેલોડ ભારતના, ત્રણ યુરોપના, બે અમેરિકાના અને એક બલ્ગારિયાના પેલોડ રહેલા છે. લેન્ડર વિક્રમનું નામ ભારતીય અંતરિક્ષ કાર્યક્રમ જનક ડો. વિક્રમ સારાભાઇના નામ પર છે. બીજી બાજુ ૨૭ કિલોગ્રામ વજન ધરાવતા પ્રજ્ઞાનનો મતલબ સંસ્કૃત ભાષામાં બુદ્ધિમાન થાય છે. ઇસરો ચંદ્રયાન-૨ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારશે.