૨૦૧૮માં અફઘાનિસ્તાન વિરુદ્ધ બે દિવસમાં જીત મેળવી હતી
નવીદિલ્હી: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાયેલી ટેસ્ટ મેચ ઈતિહાસના પાનામાં સામેલ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ માત્ર બે દિવસની અંદર ઈંગ્લેન્ડની ટીમને ઢેર કરી અને મુકાબલામાં દમદાર જીત હાસિલ કરી છે. ૫ દિવસની ટેસ્ટ મેચ માત્ર બે દિવસમાં સમાપ્ત થાય તે ક્યારેક જ જાેવા મળે છે. ભારતે આ પહેલા ૨૦૧૮માં અફઘાનિસ્તાન વિરુદ્ધ આવી જીત મેળવી હતી.
ભારતે અમદાવાદમાં અક્ષર પટેલ અને આર અશ્વિનની શાનદાર બોલિંગની મદદથી ઈંગ્લિશ ટીમને ઘૂંટણિયે ટેકવા મજબૂર કરી હતી. પ્રથમ ઈનિંગમાં અક્ષર પટેલે ૬ અને અશ્વિને ૩ વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડની ટીમ માત્ર ૧૧૨ રનમાં આઉટ થઈ ગઈ હતી. બીજી ઈનિંગમાં અક્ષરે પાંચ તો અશ્વિને ચાર બેટ્સમેનોને આઉટ કર્યા હતા. ઈંગ્લેન્ડની ટીમ માત્ર ૮૧ રનમાં આઉટ થઈ અને ભારતને ૪૯ રનનો ટાર્ગેટ મળ્યો હતો.
અમદાવાદ ટેસ્ટ ઈતિહાસનો ૨૨મો આવો મુકાબલો છે જે માત્ર ૨ દિવસમાં સમાપ્ત થયો. છેલ્લે ભારતે અફઘાનિસ્તાન સામે ૨૦૧૮માં બેંગલોરમાં બે દિવસમાં ટેસ્ટ મેચ જીતી હતી. સૌથી પહેલા ઓગસ્ટ ૧૮૮૨મા ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બે દિવસમાં મેચ જીતી હતી. ત્યારબાદ ૧૯૮૮મા ત્રણ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને બે દિવસમાં ઘૂટણિંયે ટેકાવી દીધુ હતું.
૧૮૮૯ સાઉથ આફ્રિકાની ટીમે ઈંગ્લેન્ડને બે દિવસની અંદર હરાવ્યુ હતું. ત્યારબાદ ૧૮૯૦ બાદ ઈંગ્લેન્ડે ઓવલમાં ઓસ્ટ્રેલિયાને ફરી બે દિવસમાં પરાજય આપ્યો. તો ૧૮૯૬મા સાઉથ આફ્રિકાનો પ્રવાસ કરનારી ઈંગ્લેન્ડની ટીમને બે મેચમાં બે દિવસમાં હાર મળી હતી. વર્ષ ૧૯૧૨મા ૨ વખત મેચ બે દિવસમાં પૂરી થઈ. ૧૯૯૧થી ૨૦૨૦ વચ્ચે ૧૦ ટેસ્ટ મેચનું પરિણામ બે દિવસમાં આવી ગયું હતું.