આમંબલીયારા પોલીસે લીંબ ગામે જાન પર હુમલો કરનાર ૯ અસામાજીક તત્ત્વો જેલના સળિયા પાછળ ધકેલી દીધા
માથે ફેંટો કેમ બાંધ્યો છે કહેવું પડ્યું ભારે
અરવલ્લી જીલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી અનુ.જાતિ સમાજના વરઘોડા પર હુમલાઓના બનાવો વધી રહ્યા છે બાયડ તાલુકાના લીંબ ગામે અનુ.જાતિ યુવતીના લગ્નમાં કપડવંજના તેલનાર ગામેથી આવેલી જાન ગામના ચોકમાં નાચગાનમાં મશગુલ હતી ત્યારે ગામના કેટલાક જાતીગત માનસીકતાથી પીડાતા અસામાજીક તત્ત્વોએ પથ્થરમારો કરતા ભારે નાસભાગ મચી હતી
યુવતીના પરિવારજનો દોડી આવ્યા હતા અને અસામાજીક તત્ત્વોને સમજાવતા લાજવાને બદલે ગજાવા લાગ્યા હતા અને હવે થી તમારે લગ્નમાં માથે ફેંટો બાંધવો નહીં અને ડીજે કે બેન્ડ વગાડવા નહીં કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
જાનૈયા પર હુમલો થતા તાબડતોડ આમંબલીયારા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી જીલ્લા પોલીસ કાફલો ખડકી દીધો હતો અને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી યુવતીના લગ્ન રંગેચંગે કરી જાન પરત મોકલ્યા પછી યુવતિના ભાઈની ફરિયાદના આધારે ૯ શખ્સો સામે ગુન્હો નોંધી ગણતરીના કલાકોમાં દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા
આમંબલીયારા પોલીસે જાન પર હુમલો કરનાર ૯ શખ્સો સામે નામજોગ અને ટોળા સામે એટ્રોસીટી અને રાયોટીંગનો ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા આમંબલીયારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ રૂપલ ડામોર અને તેમની ટીમે એટ્રોસીટી અને રાયોટિંગનાં ગુન્હાના આરોપીઓને ઝડપી પાડવા કોમ્બિંગ હાથધ હતું જાન પર હુમલો કરનાર હુમલાનો મુખ્ય આરોપી સંજયસિંહ બેચરસિંહ ચૌહાણ ફરાર થઇ ગયો હતો પોલીસ બાતમીના આધારે રોઝડ તરફથી આવતા રોડ પરથી દબોચી લીધો હતો
તેમજ અન્ય શૈલેશસિંહ દેવુસિંહ ચૌહાણ,હિતેશ સિંહ બકુસિંહ ચૌહાણ,પ્રવિણસિંહ ધુળસિંહ ચૌહાણ,સંજયસિંહ ઝિંદુસિંહ ચૌહાણ,યુવરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ,ઈંદ્રરાજસિંહ બહેચરસિંહ ચૌહાણ,વિજયસીંહ ભારતસિંહ ચૌહાણ,માનસિંહ અદેસિંહ ચૌહાણ નામના આરોપીઓને ગામમાંથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા પોલીસતંત્રની અસામાજીક ત્તત્વો સામે શખ્ત કાર્યવાહી કરતા લોકોમાં ભારે આવકાર મળ્યો હતો