શું નવી ગાઇડલાઇન બાદ ભારતમાં વોટ્સએપ બેન થશે ?
નવી દિલ્હી: નવી દિલ્હીઃ સોશિયલ મીડિયાને લઇને ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદે નવી ગાઇડલાઈન બહાર પાડી છે. આ ગાઈડલાઈન અનુસાર સોશિયલ મીડિયા કંપનીઓ પાસેથી જરૂરિયાત અનુસાર કોઇપણ પોસ્ટ-મેસેજના ઓરિજનલ ડેટા માંગી શકાય છે. ટેલિકોમ મિનિસ્ટર રવિશંકર પ્રસાદે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સોશિયલ મીડિયા કંપનીઓ માટે ગાઇડલાઈન જારી કરી છે. ખરેખરમાં આ સોશિયલ મીડિયા પર રેગ્યૂલેશન લાવવા વિશે છે. મંત્રીએ ઘણા મુદ્દાઓ જણાવ્યા છે,
જેમાંથી એક એ છે કે જાે કોઈ સોશિયલ મીડિયા પર છેતરપિંડી કરે છે, તો કંપનીએ તેના ઓરિજનલ સોર્સને શોધી કાઢે. પરંતુ વોટ્સએપનું કહેવું છે કે, તે આ કરી શકતા નથી. વોટ્સએપ ઘણા સમય પહેલા જ કહ્યું હતું કે, અમે એન્ડ ટૂ એન્ડ ઇન્ક્રિપ્શનના કારણે તે કરી શકતા નથી. પરંતુ આ વખતે તે માંગ નથી, પંરતુ ગાઇડલાઈન છે.
જાે વોટ્સએપ આ ગાઇડલાઈનને ફોલો કરવાની ના પાડી દે છે તો એવામાં શું થશે? વોટ્સએપ પર પ્રતિબંધ લગાવવામાં આવશે? વોટ્સએપને લઇને પહેલા જ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, વોટ્સએપ પર આ જાણકારી મેળવી શકાતી નથી કે, કોઇપણ મેસેજનો ઓરિજનલ ડેટા ક્યા છે. એવામાં શું હવે વોટ્સએપ ગાઇડલાઇન ના માને તો શું થશે? શું ભારતમાં બેન કરવામાં આવશે?