મોડાસામાં નાગરિક બેંકોના મેનેજરોના ૬ દિવસીય તાલીમ-શિક્ષણ વર્ગનું સમાપન
મોડાસા: અરવલ્લી જિલ્લા સહકારી સંઘના ઉપક્રમે જિલ્લાની ૧૦૦ જેટલી ક્રેડિટ સોસાયટીઓ અને નાગરિક બેંકોના મેનેજરો-કર્મચારીઓના ૬ દિવસીય તાલીમ અને શિક્ષણ વર્ગનું આજરોજ સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલના પ્રમુખપદે યોજાયેલ કાર્યક્રમમાં સમાપન કરવામાં આવ્યું હતું.
૬ દિવસીય આ તાલીમવર્ગમાં આણંદ જિલ્લા સહકારી . સંઘના નિવૃત એક્ઝિક્યુટિવ ઓફિસર સુરેશભાઈ પટેલે ક્રેડિટ સોસાયટી બિઝનેસ મેનેજમેન્ટ,ડિપોઝીટ અને લોન પોટફોલિઓઝ અને લોન એડવાનસીસ અને તેના પ્રકાર,ધિરાણ મજૂરીની પ્રક્રિયા અને રિકવરી સિસ્ટમ, એનપીએ ઇન કો.ઓપ.સોસાયટી,કેવાયસી કો .ઓપ.સોસાયટી,ડીઝીટલાઈઝેશન ઈંન કો.ઓપ.સોસાયટી,પ્રોફીબિટિલિઝ અને ઇમ્પોર્ટન્ટ સેક્શન ઓફ કો.ઓપ.લોઝ:ન્યુ એમેનડમેન્ટ ઇન કો.ઓપ.લોઝ,૨૦૧૫ અન્વયે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું..
સહકારી એડવોકેટ જે.કે.દરજીએ ઓડિટ અંગે માર્ગદર્શન અને અરવલ્લી જિલ્લા એક્ઝિક્યુટિવ ઓફિસર હરિપ્રસાદ જોશીએ ક્રેડિટ સોસાયટીઓનો પેટા કાયદો અને તેના સુધારા વિષય ઉપર માર્ગદર્શન સહિત તાલીમ આપી હતી.
આજે સમાપન કાર્યક્રમમાં તાલીમાર્થીઓએ લીધેલ તાલીમ અંગે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા આવા વર્ગોને એમણે ખૂબ આવકાર્યા હતા.તાલીમ વર્ગ દરમિયાન શિક્ષણ ફાળો જમા કરાવનાર સોસાયટીઓના પ્રતિનિધિઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.