Western Times News

Gujarati News

ફાન્સની 100 વર્ષ જૂની કાર ઉત્પાદક કંપની સિટ્રોન અમદાવાદમાં શો રૂમ શરૂ કરશે

નવી સિટ્રોન C5 એરક્રોસ SUVનું પ્રી-બુકિંગ્સ 01 માર્ચ, 2021થી રૂ. 50,000થી શરૂ થશે

આ શોરૂમ સિટ્રોન ઇન્ડિયાના ATAWADAC અનુભવ (એની ટાઇમ એનીવ્હેર એની ડિવાઇઝ એની કન્ટેન્ટ) તેમજ હાઈ ડેફિનિશન 360° 3D કન્ફગરેટેર સાથે સારી રીતે સંકલિત છે

સિટ્રોન અમદાવાદમાં “લા માઇઝન સિટ્રોન” ફિજિટલ શોરૂમ શરૂ કરવા સજ્જ છે, જે ભારતમાં કંપનીનો પ્રથમ પાયલોટ શોરૂમ છે. શહેરના હાર્દમાં અને અમદાવાદમાં ઓટો રિટેલ માટે સૌથી વધુ વ્યૂહાત્મક લોકેશન પર સ્થિત આ શોરૂમ ભારતમાં પ્રથમ “લા માઇઝન સિટ્રોન” પૈકીનો એક છે, જે પ્રી-બુકિંગ ડેટ એટલે કે 01 માર્ચ, 2021ની શરૂઆત અગાઉ સજ્જ છે. શોરૂમ ગ્રાહકોને સુવિધાજનક ટેસ્ટ ડ્રાઇવ અનુભવ અને પૂર્ણ કક્ષાની આફ્ટર-સેલ્સ સેવાઓ પણ ઓફર કરશે.

“લા માઇઝોન સિટ્રોન”માં સ્વાગત છે, “લા માઇઝોન સિટ્રોન” પરંપરાગત ઓટોમોબાઇલ ડિસ્ટ્રિબ્યુશનના નિયમોને તોડીને નવો ચીલો ચાતરશે. આ “ઘર જેવી લાગણી થાય” એવી સુવિધા સાથે મૈત્રીપૂર્ણ અનુભવ પ્રદાન કરશે. એમાં આસપાસ રંગીન સજાવટ હશે.

રવેશ પર વિશાળ સ્ક્રીન મૂકવામાં આવશે, જે પસાર થનાર વ્યક્તિને આકર્ષિત કરશે, તેમને ડિલરશિપમાં અંદર આવવા પ્રોત્સાહન આપશે. એનું આકર્ષક ઇન્ટેરિઅર્સ કુદરતી વૂડનું ફિનિશિંગ અને રંગીન ઇન્સ્ક્રિપ્શન ગ્રાહકોને સીટ્રોન બ્રાન્ડ અને એના સદી જૂના વારસાનો અનુભવ લેવા પ્રેરિત કરશે.

સંપૂર્ણપણે ડિજિટલ ઇકોસિસ્ટમ ગ્રાહકોને સાતત્યપૂર્ણ ડિજિટલ અનુભવ આપશે અને ATAWADAC રિસેપ્શન બાર, હાઈ ડેફિનિશન 3D કન્ફિગરેટર, સિટ્રોન ઓરિજિન્સ ટચસ્ક્રીન સાથે શોરૂમમાં એની સફરને સમૃદ્ધ કરશે.

ભારત માટે 360° કમ્ફર્ટ સ્ટ્રેટેજીના ભાગરૂપે સિટ્રોન અનેક સેવાઓ ઓફર કરશે, જેથી ગ્રાહકોને વિશિષ્ટ સુવિધાજનક, અભૂતપૂર્વ અનુભવ પ્રદાન કરીને તેમનો વિશ્વાસ સંપાદિત કરી શકાશે. આ સેવાઓમાં સિટ્રોન ફાઇનાન્સ એન્ડ ઇન્સ્યોરન્સ દ્વારા ધિરાણ અને લીઝિંગ સર્વિસીસ તેમજ 30 મિનિટ ગેરન્ટેડ ટ્રેડ-ઇન સુવિધા સામેલ હશે.

લ’ટેલિયર સિટ્રોન, એટલે આફ્ટરસેલ્સ વર્કશોપ, તમારી આંગળીના ટેરવે નીચે મુજબ ઇનોવેટિવ સેવાઓ ઓફર કરશે

·         કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ સુલભતા,  ·         વર્ચ્યુઅલ રિમોટ ડાઇગ્નોસ્ટિક

·         180 મિનિટ RSA ગેરન્ટી, ·         પિકઅપ એન્ડ ડ્રોપ સાથે નિયમિત સમયાંતરે સેવા અને જાળવણી

·         24 કલાકની અંદર ઓરિજિનલ સ્પેર પાર્ટ્સની ઉપલબ્ધતા, સર્વિસ ઓન વ્હીલ્સ ગ્રાહકની પહોંચ વધારશે અને ગ્રાહકના ઘરઆંગણે સર્વિસ કે રિપેરની કામગીરી માટે ઉપલબ્ધ થશે.

“લા માઇઝન સિટ્રોન” પર ટિપ્પણી કરતાં સિટ્રોન ઇન્ડિયાના સેલ્સ એન્ડ માર્કેટિંગના એસવીપી રોલો બુશાહાએ કહ્યું હતુ કે, “અમે ભારતમાં “લા માઇઝન સિટ્રોન” લોંચ કરીને અને ઇનોવેશન કરીને ખુશ છીએ. અમે અમારી પ્રથમ કાર C5એરક્રોસSUV પ્રસ્તુત કરવા સજ્જ.  અમદાવાદમાં ફિજિટલ શોરૂમ મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન છે. શોરૂમ ઘણી સ્ક્રીન ધરાવશે, પહેલી વાર ATAWADAC (એનીટાઇમ એની વ્હેર એની ડિવાઇઝ એની કન્ટેન્ટ) અનુભવ આપશે અને ગ્રાહકોને વિશિષ્ટ હાઇ ડેફિનિશન 3ડી કન્ફગરેટર ગ્રાહકોને 360° વ્યૂ સાથે પ્રોડક્ટનો અનુભવ લેવાની તથા તેના ઉત્પાદન અને સેવાઓને પર્સનલાઇઝ બનાવવાની સુવિધા આપશે.”

ભારતમાં ડિલર નેટવર્ક ડેવલપમેન્ટ વિશે સિટ્રોન ઇન્ડિયાના સેલ્સ એન્ડ નેટવર્કના વીપી જોયેલ વેરાનીએ કહ્યું હતું કે, “સિટ્રોન એટલે સુવિધાજનક અને ડિજિટલ ઇનોવેશન તથા આ લા માઇઝન સિટ્રોન ફિઝિટલ શોરૂમ દ્વારા અમને વિશ્વાસ છે કે, અમે ભારતીય કાર ઉપભોક્તાઓની ખરીદીની સફરમાં પરિવર્તન લાવી શકીશું. C5એરક્રોસSUVના લોંચ સમયે લા માઇઝન સિટ્રોન ભારતમાં 10 મુખ્ય શહેરોમાં ગ્રાહકોને આવકારશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.