Western Times News

Gujarati News

દિલ્હી પોલીસના જવાને આત્મહત્યા કરી લેતા ચકચાર

Files Photo

નવીદિલ્હી: દિલ્હી પોલીસના એક એએસઆઈએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના શનિવારે સવારે બની છે. ઝખીરા ફ્લાઈઓવર નજીક સ્થિત પીસીઆર વાનમાં એએસઆઈએ છાતીમાં ગોળી મારી હતી. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક પોલીસ કર્મચારી આશરે ૫૦ વર્ષનો હતો. જ્યારે પોલીસકર્મીએ પોતાને ગોળી મારી હતી, તે સમયે બાકીનો સ્ટાફ પીસીઆર વાનની બહાર હતો. પોલીસના જણાવ્યા મુજબ સુસાઇડ કોપ દિલ્હી પોલીસમાં એએસઆઈ હતો. તેણે પોતાની છાતી પર ગોળી મારી દીધી હતી.

આ પોલીસકર્મી ઘટના સમયે પીસીઆર વાનની અંદર બેઠો હતો. જ્યારે પીસીઆર વાનનો અન્ય સ્ટાફ થોડા અંતરે હતો. પીસીઆર વાન ઝખીરા ફ્લાઈઓવર પાસે ઉભી હતી. ફાયરિંગનો અવાજ સાંભળીને જ્યારે પોલીસકર્મીઓ પીસીઆર વાન નજીક પહોંચ્યા ત્યારે તેઓ ચોંકી ગયા હતા. એએસઆઈ લોહીથી લથબથ હતા. તેને ઉતાવળમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહીં. દિલ્હી પોલીસ આ ઘટનાની તપાસ તમામ ખૂણાથી કરી રહી છે. પોલીસ કર્મચારીના પરિવારજનોને પણ આ ઘટનાની જાણકારી કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.