Western Times News

Gujarati News

IPL પહેલા ધોનીએ દેવડી માતા મંદિરમાં દર્શન કર્યા

રાંચી, ભારતીય ટીમના પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોની હાલ ક્રિકેટથી દુર છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધા બાદ તે ફકત આઇપીએલ ૨૦૨૧માં મેદાનમાં રમતો જાેવા મળ્યો હતો ત્યારબાદ તેને દુબઇમાં કેટલોક સમય વિતાવ્યો પરંતુ આજકાલ તે રાંચીમાં પોતાના ફાર્મહાઉસમાં નજરે પડી રહ્યો છે.

ધોની ભલે જ ક્રિકેટથી દુર છ પરંતુ પ્રશંસકોમાં તેની લોકપ્રિયતા આજે પણ યથાવત છે દરેક કોઇ તેની એક ઝલક જાેવા માટે આતુર રહે છે હાલ ધોની આઇપીએલ ૨૦૨૧માં એકવાર ફરી ચેન્નાઇ સુપર કિંગ્સનું સુકાની પદ સંભાળવા માટે તૈયાર છે પરંતુ આ પહેલા તે દેવી માતાન૪ી શરણમાં પહોંચ્યો હતો.

પૂર્વ સુકાની રાંચીથી થોડે દુર તમાડમાં આવેલ પવિત્ર દેવડી મંદિર પહોંચ્યો હતો અહીં તેણે સમગ્ર વિધિવિધાન સાથે માતાની પુજા અર્ચના કરી અને આશીર્વાદ લીધી હતી આ દરમિયાન તેને જાેવા માટે તેમના પ્રશંસકોની ભીડ લાગી ગઇ હતી. ધોની લગભગ ૨૨ મિનિટ સુધી મંદિરના પ્રાંગણમાં રહ્યો અહીં મંદિરના મુખ્ય પુજારી પંડિત મનોજ પાંડા અને પંડિત નરસિંહ પાંડાએ ધોનીને દેવી માતાની પુજા કરાવી અને ચઢાવો ચઢાવ્યો હતો.

ધોની મદિરમાં પહોંચવા પર અહીં લાઇનમાં ઉભા રહેલ શ્રધ્ધાળુ ખુબ પ્રોત્સાહિત થઇ ગયા અને તેની ઝલક જાેવા માટે આતુર જાેવા મળ્યા માહી મંદિરે આવ્યો હોવાની વાત ફેલાતા જ મંદિરમાં લોકોની સંખ્યામાં વધારો થવા લાગ્યો હતો અને ધોની સાથે સેલ્ફી જેવાનો પ્રયાસ કર્યો હતો

જાે કે ધોનીએ પણ તેમને નિરાશ કર્યા ન હતાં અને તસવીરો ખેંચાઇ હતી.  દેવડી મંદિર રાંચીથી ૬૦ કિમી તમાડમાં આવેલ છે અહીં માતા દુર્ગાનું ભવ્ય મંદિર છે જે ૭૦૦ વર્ષ જુનુ છે આ મંદિરમાં દુર્ગા માતાની ૧૬ ભુજાઓ છે જે પોતાના આપમાં ખુબ પૌરાણિક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.