Western Times News

Gujarati News

આર્મી કમાન્ડર સધર્ન કમાન્ડ ગોલ્ડન કટાર ડિવિઝનની મુલાકાતે આવ્યા

અમદાવાદ, આર્મી કમાન્ડર સધર્ન કમાન્ડ લેફ્ટેનન્ટ જનરલ જે.એસ. નૈને ગોલ્ડન કટાર ડિવિઝનની બે દિવસીય મુલાકાત લીધી હતી અને સધર્ન ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સરહદે પરિચાલન તૈયારીઓની તેમણે વ્યાપક સમીક્ષા કરી હતી.

વરિષ્ઠ કમાન્ડર્સ સાથેના સંવાદ દરમિયાન આર્મી કમાન્ડરે તેમને રાષ્ટ્રની પ્રાદેશિક અખંડિતાની સુરક્ષા માટે ત્રણેય સેવાઓના તાલમેલના માહોલમાં યુદ્ધની તૈયારીઓની ઉચ્ચ સ્થિતિ સતત જાળવી રાખવા માટે તેમને અનુરોધ કર્યો હતો.

આર્મી કમાન્ડરે તૈયારીઓની ખૂબ જ સારી સ્થિતિ જાળવવા બદલ સંગઠનના સૈનિકોની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, “ખૂબ જ ઉચ્ચ પ્રમાણમાં પ્રોફેશનલિઝમ અને તમામ ઘટનાઓની સ્થિતિને પહોંચી વળવા માટે તાલીમ પ્રત્યેની કટિબદ્ધતા ધરાવતી ખૂબ જ પ્રેરિત ટીમ જોઇને ઘણો આનંદ થયો.”

તેમણે સંગઠનને તમામ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા માટે સખત પરિશ્રમ અને તત્પરતા યથાવત રાખવા માટે આહ્વાન કર્યું હતું. કોવિડના કારણે ઉભા થયેલા પડકારોમાંથી બહાર આવવા માટે સૈનિકોએ હાથ ધરેલા બહુવિધ પગલાં બદલ તેમણે સૈનિકોને બિરદાવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.