સરકાર બનશે તો દરેક મહિલાના ખાતામાં એક હજાર : અખિલેશ યાદવ
લખનૌ: ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષ યોજાનાર વિધાનસભા ચુંટણીને ધ્યાનમાં રાખી સપાના પ્રમુખ અખિલેશ યાદવે એક મોટી જાહેરાત કરી છે તેમણે મિર્ઝાપુરમાં સપાના કાર્યકર્તાઓના પ્રશિક્ષણ સંમેલનમાં જાહેરાત કરતા કહ્યું કે જાે આગામી વર્ષ સપાની સરકાર બનશે તો પ્રદેશની દરેક મહિલાના ખાતામાં ૧ હજાર રૂપિયા આપવામાં આવશે આ દરમિયાન અખિલેશ યાદવે ભાજપ સરકારની ઇસ્ટ ઇન્ડિયા કંપનીથી સરખામણી કરી અને સપાની યોજનાઓની ચોરી કરી નામ બદલવાનો આરોપ લગાવ્યો તેમણે કહ્યું કે પાઇપ પેયજળ મિશન યોજના સપાના શાસનની છે જે ભાજપે નામ બદલી ખુદ તેનો શ્રેય લઇ રહી છે.
અખિલેશ યાદવે કહ્યું કે ૨૦૨૨ની વિધાનસભા ચુંટણીમાં સપા યુપીમાં ગેમચેંજર સાબિત થશે અમે સંપૂર્ણ બહુમતિ સાથે સરકાર બનાવવા જઇ રહ્યાં છીએ આથી મંડલોમાં પ્રશિક્ષણ શિબિર આયોજિત કરી કાર્યકર્તાઓને ભાજપનો જવાબ આપવા માટે તૈયાર કરી રહ્યાં છે
તેમણે કહ્યું કે મધ્યમ વર્ગ મોંધવારીના મારથી ત્રાસી ગઇ છે આ સરકાર કિસાનોના અધિકાર પણ છીનવી રહી છે યુવાનો બેકાર છે પ્રદેશના અગડે પછાત ગરીબ દલિત અને લધુમતિ તમામ સપા તરફ આશા રાખીને બેઠા છે.આ સરકારે પાંચ વર્ષમાં કોઇ કામ કર્યું નથી સપાના કાર્યોને પોતાનું નામ આપીરહી છે